Home /News /surat /સુરત: બે સંતાનોની માતાએ હથેળીમાં 'પતિ મુઝે પરેશાન કરતા હૈ' લખીને ટૂંકાવ્યું જીવન

સુરત: બે સંતાનોની માતાએ હથેળીમાં 'પતિ મુઝે પરેશાન કરતા હૈ' લખીને ટૂંકાવ્યું જીવન

સુરતમાં પરિણીતાએ હથેળી પર આપવીતી જણાવી.

Surat News: આ મહિલાએ હથેળી પર હિન્દીમાં "પતિ મુઝે પરેશાન કરતા હૈ"લખી જીવન ટૂંકાવ્યું છે.

સુરત: શહેરનાં પરવટ ગામની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બે સંતાનોની માતાએ આપઘાત કરી લીધો છે. મૂળ ઝારખંડની 27 વર્ષની સીતા ગોસ્વામીએ હથેળી પર પતિ વિરુદ્ધ હિન્દીમાં લખાણ લખીને આપઘાત કરી લીધો છે. આ અંગે સ્થાનિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ ઝારખંડની 27 વર્ષીય સીતા પ્રવીણ ગૌસ્વામીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ મહિલાએ હથેળી પર હિન્દીમાં "પતિ મુઝે પરેશાન કરતા હૈ"લખી જીવન ટૂંકાવ્યું છે. આ સાથે તેણે લખ્યું છે કે, મેં જીના ચાહતી થી.' પરિણીતાએ પોતાની હથેળી અને હાથ ઉપર હિન્દીમાં લખાણ લખ્યું છે.



આ પરિણીતાનાં બે સંતાનો છે. આ મહિલાએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ લીધો હતો. આ વાત વાયુવેગે પ્રસરતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.



આ અંગે જ્યારે પરિવારને જાણ થઇ જે બાદ તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પરંતુ 108 ઘરે પહોંચે તે પહેલા જ પરિણીતાની મોત નીપજી હતી. પત્નીની હથેળી જોઇને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે, પત્નીએ પતિના ત્રાસને કારણે આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, પરિવાર ફરિયાદ આપશે તો પતિ સામે ગુનો દાખલ થઇ શકે છે.


સુરતનો અન્ય ચકચાર મચાવતો કિસ્સો


શહેરમાં બે દિવસ પહેલા પણ ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પરપ્રાંતિય ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને એક પુરૂષે લગ્નની લાલચ આપીને ફસાવી હતી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવક પરણીત છે અને એક સંતાનનો પિતા પણ છે. આની જાણ થતા ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને થતા તેણે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે હાલ તો દુષ્કર્મનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી યુવતી હોમ વિઝિટ કરીને ફિઝઇયોથેરાપીની પ્રેક્ટિસ કરે છે. વર્ષ 2021 માં અલથાણ સોહમ સર્કલ પાસે રહેતા મહેન્દ્ર વિરેન્દ્ર અભેસીંગ પટેલે રસ્તામાં અટકાવીને ડોક્ટરને ફિઝિયોથેરાપી માતા માટે કરાવવી હોવાનું કહીને નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ નવસારી કોલેજમાં મુકવાના બહાને ધરમપુર અને ડુમ્મસ ફરવા પણ લઇ ગયો હતો.
First published:

Tags: આપઘાત, ગુજરાત, સુરત

विज्ञापन