Home /News /surat /Surat News: માતાએ પુત્રની સામે જ 12મા માળેથી લગાવી મોતની છલાંગ, બાળક કરગરતો રહ્યો, જુઓ CCTV

Surat News: માતાએ પુત્રની સામે જ 12મા માળેથી લગાવી મોતની છલાંગ, બાળક કરગરતો રહ્યો, જુઓ CCTV

સુરતમાં મહિલાએ આપઘાત કર્યો

Surat CCTV: પુત્ર માતાને બિલ્ડીંગ પર આત્મહત્યા કરતા જોઈ આત્મહત્યા ન કરવા માટે કરગરતો હતો પરંતુ માતા પતિના ત્રાસથી એટલી કંટાળી ગઇ હતી કે તેણે પોતાના વ્હાલસોયાની વાત પણ ન માની.

    સુરત : શહેરના અલથાણા વિસ્તારમાં એક મહિલાએ 12મા માળેથી કુદીને આપઘાત કરી લીધો છે. જ્યારે મહિલાએ આપઘાત કર્યો ત્યારે તેનો 9 વર્ષનો પુત્ર સામે જ હતો. તે નાનકડા બાળકની સામે જ માતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

    મળતી માહિતી પ્રમાણે, સુરતની મૃતક મહિલાનો પતિના ત્રાસ આપતો હતો અને તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. જેનાથી માતા કંટાળી ગઇ હતી. પુત્ર માતાને બિલ્ડીંગ પર આત્મહત્યા કરતા જોઈ આત્મહત્યા ન કરવા માટે કરગરતો હતો પરંતુ માતા પતિના ત્રાસથી એટલી કંટાળી ગઇ હતી કે તેણે પોતાના વ્હાલસોયાની વાત પણ ન માની.

    આ ઘટનાને કારણે આખો વિસ્તાર સ્તબ્ધ થઇ ગયો છે. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ જોતા લોકોની આંખો ભીની થઇ રહી છે.



    'ખુદા સે મેને દુવા માંગી દુવા મે આપની મોત માંગી'

    અમદાવાદમાં પણ પરિવારે 12 માળેથી મારી છલાંગ


    મદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં પોલીસકર્મીએ પરિવારે સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ગોતા વિસ્તારમાં આવેલા દીવા હાઇટ્સમાં રહેતા પરિવારે મોડી રાતે આપઘાત કરી લીધો છે. પોલીસકર્મી કુલદિપસિંહ યાદવ વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. તેમણે પોતાની પત્ની અને 3 વર્ષની બાળકી સાથે ફ્લેટના 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. હાલ સ્થાનિક પોલીસ આ અંગે તપાસ હાથ ધરી રહી છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ આપઘાત બાદ તેમના ઘરમાંથી કોઇ જ અંતિમ ચિઠ્ઠી મળી નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, પતિ અને પત્નીને અવારનવાર ઝઘડા થતા હતા. અચાનક પરિવારે ભરેલા આ અંતિમ પગલાને કારણે તેમના સંબંધીઓ અને આસપાસ રહેતા લોકોમાં શોકનો માહોલ છવાયો છે. કુલદિપસિંહ યાદવની બાજુમાં જ તેમના બેન અને બનેવી રહે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, સીસીટીવી, સુરત

    विज्ञापन
    विज्ञापन