Mehali Tailor, Surat: હિન્દૂ ધર્મનું સૌથી મોટું મંદિર રામ મંદિરનું થઇ રહ્યું છે. દરેક હિન્દૂ ધર્મના લોકોની ઈચ્છા રામ મંદિરે એક વાર દર્શન કરવાની હોય જ છે. આવી જ ઈચ્છા રાખનાર સુરતનું એક ગ્રુપ સુરતથી અયોધ્યા રામ મંદિર સુધી પગપાળા જઈ દર્શન કરશે. 50 થી 60 વર્ષની ઉમરના 15 વ્યક્તિઓ રામ મંદિર સુધી ચાલતા જઈ અયોધ્યાના મંદિરમાં ધ્વજા ચઢાવશે.આ પદયાત્રાનો પ્રારંભ પાલનપુર જકાતનાકાના સ્વામિનારાયણ મંદિરથી કરવામાં આવ્યો હતો,આશરે 1500 કિલોમીટર જેટલી આ પદયાત્રા પુરી કરતા દોઢ મહિના એટલે કે 45 દિવસ જેટલો સમય વીતી જશે.
આ પદયાત્રી રોજ 35 થી 40 કિલોમીટરનું અંતર કાપશે. આ પદયાત્રામાં બીજા 5 લોકો પણ સેવક તરીકે જોડાશે. અને આ પદયાત્રામાં એક ટેમ્પો પણ તેમની સાથે જશે. આ સાથે તેમનો જરૂરી સમાન અને તેમના સ્વાસ્થ્ય સચવાય રહે એ માટે પણ જરૂરી મેડિકલ કીટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આ ગ્રુપના દરેક લોકોની ઉમર 50 થી 60 વર્ષની છે. દરેક લોકો આ પદયાત્રા માટે રોજ સવારે ચાલતા સ્વામિનાયણના મંદિરે જઈ દર્શન કરી ચાલવાની પ્રેક્ટિસ કરી હતી. જેથી સત્તત દોઢ મહિના તેઓ સ્વસ્થ રીતે ચાલી શકે. આ ઉપરાંત દરેક લોકો સંપૂણ પણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને સાદું ભોજન લઇ રહ્યા છે.આ પદયાત્રાના ગ્રુપના લોકોને ત્યાં પણ સ્વસ્થ ખાવાનું મળી રહે તે માટે તેઓએ દરેક તૈયારી અહીંથી જ કરી લીધી છે. અને બહેનો પણ તેમની આ દરેક તૈયારીમાં મદદ કરી રહ્યા છે
અયોધ્યા બાદ આ પદયાત્રા છપૈયા પણ જશે
આ ગુપના રમણીક ભાઈ પણ આ પદયાત્રામાં જોડાશે તેમને જણાવ્યું હતું કે ''ભારત ભૂમિની પવિત્ર ભૂમિ પણ જયારે રામ મંદિર બની રહ્યું છે. ત્યારે તેમના દર્શન કરવા દરેક લોકોનું સૌભાગ્ય છે. અને જયારે રામ મંદિરનું એલાન કરવામાં આવ્યું ત્યારે તેમની પદયાત્રા કરવાની ચર્ચા ચાલી હતી. અને હવે આ યાત્રાનું આયોજન થયું છે. અને આ પદયાત્રામાં ભગવાન પણ અમને મદદ કરશે''
આ ગ્રુપ રામમંદિરએ દર્શન કર્યા બાદ સ્વામિનારાયણના મંદિર છપૈયા પણ જશે. અને છપૈયામાં સ્વામિનારાયણ મંદિરને પણ ધ્વજા ચઢાવીને તેમની પદયાત્રાનું સઁપન્ન કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અયોધ્યા