Home /News /surat /Surat: બે બ્રેઇનડેડ વ્યક્તિના અંગોથી 10 લોકોને મળ્યું નવજીવન, 90 મિનિટમાં 270 કિમી દૂર હ્યદય પહોંચાડ્યું

Surat: બે બ્રેઇનડેડ વ્યક્તિના અંગોથી 10 લોકોને મળ્યું નવજીવન, 90 મિનિટમાં 270 કિમી દૂર હ્યદય પહોંચાડ્યું

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા 41માં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા 41માં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.

    Mehali Tailor, Surat:  સુરતથી ડોનેટ લાઈફ દ્વારા 41માં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

    સુરતનાબ્રેઇનડેડ ભનુભાઈ ફિણવીયા .. 46 અને મંજુબેન કાછડિયા .. 57 બ્રેઈનડેડ થતા બંને પરિવારોએ ડોનેટ લાઈફ સંસ્થાના મધ્યમથી પોતાના વહાલસોયા સ્વજનના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 10 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.


    સુરત મુકામે રહેતા મંજુબેન વિઠ્ઠલભાઈ કાછડિયાને તા. 23 સપ્ટેમ્બરના રોજ રાત્રે 7 કલાકે ખેંચ આવતા અને ઉલ્ટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરી. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તા. 24 સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે EVD એક્સ્ટ્રા એવેન્ટ્રી કુલર ડ્રેનેજની સર્જરી કરી હતી.જેમાં તે બ્રેઈનડેડ જાહેર થયા હતા.



    સુરત મુકામે રહેતા, કામરેજમાં પ્લાસ્ટિક રીસાયક્લીનના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલા ભનુભાઈ નાગજીભાઈ ફિણવીયા .. 46 ને તા.21 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 કલાકે માથામાં દુઃખાવો અને બેચેની લાગતા તેઓને વિનસ હોસ્પિટલમાં ન્યુરો ફીજીશાયન ડો. રાકેશ ભારોડીયા અને ડો. પરેશ પટેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે MRI કરાવતા નાના મગજને લોહી પહોચાડતી નસોમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરો સર્જન ડો. પરેશ પટેલ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.અને તેઓ પણ બ્રેઈનડેડ જાહેર થયા હતા.


    10 વ્યક્તિને મળ્યું નવજીવન

    આ બંનેના પરિવારને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ  નિલેશ માંડલેવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.અને પરિવાર પર પેહલેથી જાગૃત હતા. અને બંનેના પરિવારે હૃદય,કિડની અને લીવરનું દાન કર્યું હતું.દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 62 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ.કલ્પેશ ગોહિલ, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર, ડો. મિથુન કે. એન. અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.


    દાનમાં મેળવવામાં આવેલી બીજી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 54 વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 35 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે, હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ બાંસવાડા, રાજસ્થાનના રહેવાસી 57 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમા ડો.સંદીપ અગ્રવાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ આણંદના રહેવાસી 62 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સિમ્સ હોસ્પીટલમા ડો. અભિદીપ ચૌધરી, ડો.વિકાસ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.હ્રદય, કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.અને આ અંગદાન દ્વારા અન્ય 10 લોકોને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन