Home /News /surat /સુરતમાં સોમવાર રાતથી સતત વરસી રહ્યો છે વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી

સુરતમાં સોમવાર રાતથી સતત વરસી રહ્યો છે વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી

સુરતના અનેક વિસ્તારોમાં ભરાયું પાણી

સુરતમાં ગઇકાલ રાતથી એટલે સોમવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે એટલે મંગળવારે સવારથી જ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે એકબાજુ લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી બાજુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની ભારે આગાહીના કારણે સુરતના તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે. જ્યાં પણ પાણી ભરાવાના કોલ તંત્રને મળી રહ્યાં છે ત્યાં ત્યાં મહાનગર પાલિકાની ટીમો જઇને પાણી કાઢવામાં મદદ કરી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયું જ છે પરંતુ તેની સાથે થોડું દૂર પણ જોવામાં મુશ્કેલી થઇ રહી છે. જેના કારણે લોકોને હાલાકીનો ભોગ બનવું પડે છે. લોકોના જનજીવન પર પણ ઘણી અસર થઇ છે. બે દિવસથી વરસતા વરસાદને કારણે જાણે તંત્રની પોલ ખુલી હોય તેમ મોટા પ્રમાણમાં રહેવાસી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મહાનગર અને કલેક્ટર અધિકારી એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં વરસાદ
રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સોમવારે અમદાવાદમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકના આંકડાતપાસવામાં આવે તો ગુજરાતના 29 જિલ્લાના 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 9.16 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 8.04 ટકા, સૌરાષ્ટ્રમાં 4.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 14.24 ટકા વરસાદ નોંધાયો છે.
First published:

Tags: Monsoon forecast, ગુજરાત, ચોમાસુ, વરસાદ, સુરત