Home /News /surat /ભાજપ શાસિત મનપાની કામગીરી સામે ભાજપ MLA એ ઉઠાવ્યા સવાલ, જન આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભાજપ શાસિત મનપાની કામગીરી સામે ભાજપ MLA એ ઉઠાવ્યા સવાલ, જન આંદોલનની ચીમકી ઉચ્ચારી

ધારાસભ્ય કિશોર કાનાણીએ સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈને સવાલો ઉભા કર્યા છે.

ધારાસભ્ય કિશોર કાનાણીએ પત્રમાં એવું પણ લખ્યું હતું કે, જ્યારે અધિકારીઓને પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કામ ચાલુ છે થઈ જશે પરંતુ આ કામ થતું નથી અને આ જ કારણે લોકો કંટાળી ગયા છે.

સુરત: સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કિશોર કાનાણીએ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે. વરાછા વિસ્તારમાં વર્ષોથી ખાડીની સમસ્યાને લઈને ધારાસભ્ય આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતો પત્ર મહાનગરપાલિકા કમિશનરને લખ્યો છે. તેમને કહ્યું છે કે, લોકોની રજૂઆત છે કે ખાડીની સમસ્યાનું નિરાકરણ તાકીદે લાવવામાં આવે. નહીં તો જન આંદોલન થશે તો જનતાના પ્રતિનિધિ તરીકે તેઓ પણ જન આંદોલનમાં જોડાશે.

સુરતની વરાછા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કિશોર કાનાણીએ સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈને સવાલો ઉભા કર્યા છે. વરાછા વિસ્તારમાંથી પસાર થતી ખાડીના કારણે અસંખ્ય સોસાયટીના લોકોને ગંદકી, દુર્ગંધ અને મચ્છરનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તે માટે ધારાસભ્ય કિશોર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે, વરાછા વિસ્તારમાં ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકોને મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના કારણે મુશ્કેલી પડી રહી છે અને વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆત થઈ રહી હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કામગીરીનો રિપોર્ટ આપવામાં આવતો નથી અને કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી.

ધારાસભ્ય કિશોર કાનાણીએ પત્રમાં એવું પણ લખ્યું હતું કે, જ્યારે અધિકારીઓને પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કામ ચાલુ છે થઈ જશે પરંતુ આ કામ થતું નથી અને આ જ કારણે લોકો કંટાળી ગયા હોવાના કારણે અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવીને આ પ્રશ્નનો હલ કરવાની રજૂઆત કરવામાં આવી છે. તેમને આ પ્રશ્ન હાલ નહીં થાય તો જન આંદોલન કરવાની ચીમકી આપી છે. તેથી ખાડીનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં આવે અને જો આ હલ કરવામાં નહીં આવે અને જન આંદોલન થશે તો ના છૂટકે મારે પણ જન આંદોલનમાં જોડાવું પડશે.
Published by:rakesh parmar
First published:

Tags: Surat Municipal corporation, Surat news, ગુજરાત, સુરત

विज्ञापन