Home /News /surat /સુરતઃ દુકાને ગયેલા બે બાળકો અચાનક થયા ગુમ, પાર્ક કરેલી કારમાંથી મળી લાશો
સુરતઃ દુકાને ગયેલા બે બાળકો અચાનક થયા ગુમ, પાર્ક કરેલી કારમાંથી મળી લાશો
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડન્સી આવેલી છે. જેમાં રહેતા બે પરિવારના પાંચથી છ વર્ષના બે બાળકો સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ નજીક આવેલી દુકાને વસ્તુ લેવા ગયા હતા.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડન્સી આવેલી છે. જેમાં રહેતા બે પરિવારના પાંચથી છ વર્ષના બે બાળકો સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ નજીક આવેલી દુકાને વસ્તુ લેવા ગયા હતા.
રમતા રમતા બાળકો ક્યારેક પાણીની ટાંકીમાં પડી જતા હોય છે તો ક્યારેક છત પરથી પટકાતા હોય એવા અનેક કિસ્સાઓ બને છે. ગુજરાતમાં એવા પણ કિસ્સાઓ બને છે કે જેમાં ઘરમાંથી બહાર નીકળેલું બાળક ગુમ થઇ જાય અને ત્યારબાદ તેની લાશ સામે આવે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. જેમાં બે અલગ અલગ પરિવારના બે બાળકોનો લાશ એક કારમાંથી મળી આવી છે. આ બંને બાળકો સોમવારે બપોરે દુકાને વસ્તુ લેવા ગયા બાદ ગુમ થઇ ગયા હતા. પરિવાર પોલીસને જાણ કરતા પોલીસ નજીકના વિસ્તારમાં પાર્ક કરેલી કારમાંથી બે બાળકોની લાશ મેળવી હતી. આ ઘટનાના પગલે બંને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. જ્યારે પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડન્સી આવેલી છે. જેમાં રહેતા બે પરિવારના પાંચથી છ વર્ષના બે બાળકો સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ નજીક આવેલી દુકાને વસ્તુ લેવા ગયા હતા. જોકે, તેઓ ઘરે પરત આવ્યા ન્હોતા. વસ્તુ લેવા ગયેલા બે બાળકો આમ અચાનક ગુમ થતા પરિવાર જનોએ પોલીસે જાણ કરી હતી. જેના પગલે પોલીસ દુકાન નજીક લગાવેલા સીસીટીવી તપાસ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસે નજીક પાર્ક કરેલી કાર જોઇ હતી. જેથી પોલીસે આ કારની તપાસ કરતા કારની પાછલી સીટમાંથી બંને બાળકો બેભાન હાલતમાં મળ્યા હતા. પોલીસે બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.
માનસી રેસિડેન્સીમાં રહેતા એસ્સારના કર્મચારીની કારમાંથી બંને બાળકો સાંજના છ વાગ્યાની આસપાસ મળ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રમતા રમતા બંને બાળકો કારમાં બેસી ગયા હતા અને કાર લોક થઇ ગઈ હશે. આમ બંને બાળકોના મોત શ્વાસ રૂંધાવાના કારણે થયા હોવાની પોલીસને આશંકા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ પાર્સિંગ વાળી આ કાર છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં હતી. બંને બાળકો પૈકી એકનું નામ વિરાજ ન જરીવાલા છે જેની ઉંમર ચાર વર્ષ છે જે માનસી રેસિડેન્સીના બ્લોક નંબર 67માં રહેતો હતો જ્યારે બીજા બાળકનું નામ હેલીશ રૂપાવાલા જેની ઉમંર પાંચ વર્ષની છે. હેનીશ માનસી રેસિડેન્સીના બોલ્ક નંબર 62માં રહેતો હતો.
ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે મોડી સાંજે રાજકોટમાં આનંદ મેળામાં ત્રણ વર્ષના બાળકોનું બેબી ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું. જોકે, આ ઘટનામાં બે આરોપીની પોલીસ ધરપકડ કરી હતી. અહીં મહત્વની બાબત એ છે કે, બાળકોને આનંદ મેળો જોવા લઇ ગયાલા માતા પિતાએ તેમજ સંચાલકોએ થોડી સાવચેતી રાખી હોત તો બાળકનો જીવ બચી શક્યો હતો.