સુરતઃ અડાજણ વિસ્તારમાં રહેતી ધો-12ની વિદ્યાર્થીને તેના પુર્વ પ્રેમીએ પ્રેમ સંબંધ (Love affair) રાખવા માટે ધમકી આપી હતી. તેમજ તેણીની જાણ બહાર તેણીના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (fake Instagram ID) બનાવી ફોટા અને વીડિયો અપલોડ કર્યા હતા. પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
સુરતના (surat) અડાજણ વિસ્તારમાં રહેતી અને ધો-12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાનો એક વર્ષ પહેલા તેની સોસાયટીમાં પડોશીમાં ઘરે આવતો વિનોદ ઉર્ફે આલોખ ભાણા હળપતિ સાથે પ્રેમસંબંધ હતો.
આ અંગેની જાણ પરિવારને થતા સગીરાએ તેની સાથે પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા. પરંતુ વિનોદ અવાર નવારસગીરાની માતાને ફોન કરી તેમજ સગીરાને રૂબરૂ મળી તેની સાથે પ્રેમ સંબંધ રાખવાની માંગણી કરતો હતો.
પણ પરિવાર ને લઈએ યુવતી યુવક સાથે પ્રેમ સંભંધ નાતી રાખતી જેને લઇને આવેશમાં આવેલા પ્રેમી દ્વારા સગીરાનીજાણ બહાર તેના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં ફોટા અને વિડીયો અપલોડ કર્યા હતા.
જોકે આ મામલે યુવતીના પરિવાર ખબર પડતા યુવતીના પરિવાર દ્વારા આ મામલે અડાજણ પોલીસ મથકે દોડી જેણે યુવક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે બનાવ અંગે યુવતીના ફરિયાદ ના આધારે અડાજણ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપસસ શરુ કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર