સુરત (Surat) માં સતત મહિલા અત્યાચારોની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તાર (Limbayat Area)માં એક સગીરાને પાડોશમાં જ રહેતા યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધી (Rape) લગ્ન કરવાની ના કઈ તેને તારી છોડી દીધી હતી. જેને લઇને આ સગીરાએ યુવક વિરૂદ્ધ સુરતના લિંબાયત પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે પ્રેમ પ્રકરણમાં સગીરાનુ શારીરિક શોષણ કરનાર યુવકની ધરપકડ હતી.
સુરતમાં સતત મહિલા અત્યાચારોની ફરિયાદમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની બાળકીઓ સાથે દુષ્કર્મની સાથે સગીરાઓ અને યુવતીઓને લગ્નની લાલચ આપે તેના શારીરિક શોષણની ફરિયાદો સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને મોઈન સોકત પીંજારી નામના યુવકે સાથે આંખ મળી ગઈ હતી. જેને લઈને આ બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા.
જોકે યુવક સગીરાને પ્રેમાળમાં ફસાવી લગ્નની લાલચ આપી આ સંગીરા સાથે એકવાર નહીં પણ બે કરતાં વધુ વાર શારીરિક સંબંધ બાંધે તેનું શારીરિક શોષણ કર્યું હતું. જોકે ત્યાર બાદ સગીરાએ મોઇનને લગ્ન કરવાનું કહેતા તેણે ના પાડી દીધી હતી. જેથી સગીરાએ મોઈન દ્વારા તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેનું શારીરિક શોષણ થયા હોવાનું લાગતા તેને યુવક સાથે થયેલા દગા બાબતે પોતાના પરિવારને જાણકારી આપી હતી. જેને લઇને પરિવારે આ મામલે સગીરાનો સાથ આપી યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
જોકે સગીરાની ફરિયાદના આધારે સુરતની લિંબાયત પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરના યુવકની ધરપકડ કરી દીધી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલો યુવક માનસિક રીતે વિકૃત હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જો કે આ યુવકે અન્ય કોઈ સગીરા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર