Home /News /surat /પક્ષીઓની રેસ્ક્યુ કામગીરી માટે મંત્રી મુકેશ પટેલે સુરતમાં કરુણા એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું
પક્ષીઓની રેસ્ક્યુ કામગીરી માટે મંત્રી મુકેશ પટેલે સુરતમાં કરુણા એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું
કરુણા એપ્લિકેશનનું લોન્ચિંગ
Karuna app: ઉત્તરાયણમાં પક્ષીઓના રેસક્યુની કામગીરી માટે સુરતમાં વનભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલે કરુણા એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું. આ સાથે સાથે એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી ઉપરાંત શિડયુલ બર્ડ કલેક્શન સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એટલે ઉત્તરાયણમાં પક્ષીઓનું રેસ્ક્યુ કરવા માટે સામાજિક સંસ્થાઓ સાથે પણ વન વિભાગે સંકલન કર્યું હતું.
સુરત: ઉત્તરાયણમાં પક્ષીઓના રેસક્યુની કામગીરી માટે સુરતમાં વનભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલે કરુણા એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું. આ સાથે સાથે એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી ઉપરાંત શિડયુલ બર્ડ કલેક્શન સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એટલે ઉત્તરાયણમાં પક્ષીઓનું રેસ્ક્યુ કરવા માટે સામાજિક સંસ્થાઓ સાથે પણ વન વિભાગે સંકલન કર્યું હતું. સુરત શહેરમાં કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વન મંત્રી મુકેશ પટેલની હાજરીમાં વનભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુકેશ પટેલના હસ્તે કરુણા એપ્લિકેશનનું લોન્ચિંગ
આ કાર્યક્રમમાં વન મંત્રી મુકેશ પટેલના હસ્તે કરુણા એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કરુણા એપ્લિકેશનના માધ્યમથી ઉત્તરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત થતા પક્ષીઓનું લોકેશન જાણી શકાશે. આ ઉપરાંત કેટલા પક્ષીઓની સારવાર કરવામાં આવી, કેટલા કોલ આવ્યા, કેટલા પક્ષી રેસ્ક્યુ કરવામાં આવ્યા અને કેટલા પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યા તેને દિવસે દિવસની માહિતી મળી રહેશે. જેથી તેને તમામ ડેટા સચવાઈ રહે અને ત્યાર બાદ પક્ષીઓની સારવાર થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ શહેરની જીવદયા સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. ઉત્તરાયણમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરુણા એમ્બ્યુલન્સને પણ લીલી જંડી વન મંત્રી મુકેશ પટેલના હસ્તે આપવામાં આવી હતી. આ ઉપરાંત વન વિભાગ દ્વારા બે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે સાથે શિડયુલ બર્ડ કલેક્શન સેન્ટરનું ઉદ્ઘાટન પણ મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉત્તરાયણમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે અને પક્ષીઓને રેસ્ક્યુ કરવા બાબતે સામાજિક સંસ્થા અને વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જોકે ઉત્તરાયણ આવતાની સાથે અનેક સમાજસેવી સંસ્થાઓ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે. આ વખતે રાજ્ય સરકારે આ કામગીરીની જવાબદારી લઈ મંત્રી પણ આ કામગીરીમાં જોડાયા છે. ત્યારે આ કામ કરવા માટે જરૂરી તમામ સાધન સામગ્રી પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.