સુરત (Surat) માં ચોરીની ઘટનાઓ (Theft incident)માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે એક એવી ચોરી (Theft)ની ઘટના સામે આવી છે તે સાંભળીને ભલભલા લોકો હસવા માંડે સુરતના ડીંડોલી વિસ્તાર (Dindoli Area)માં એક દુકાનની બહાર મૂકવામાં આવેલા દૂધ અને દહીં (Milk Stolen) ના કેરેટની ચોરી થવા પામી હતી. જો કે ચોર ચોરી કરવા આવ્યા તે સમયે સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થતા દુકાનદારે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. ચોરીની આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં હાલ ચર્ચા એ જોડ પકડી છે.
સુરતમાં સતત ચોરી (Surat Theft Incident)ની ઘટનાઓ સામે આવે છે ત્યારે આજરોજ ચોરીની એક એવી ઘટના સામે આવી છે તે સાંભળીને ભલભલા લોકો એક સમય માટે વિચારમાં પડી જશે. કારણ કે અહીંયા સોના-ચાંદીના દાગીનાની નહીં પણ દૂધ અને દહીંની ચોરીની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા વિરેન્દ્ર તાઈ વડે ડીંડોલી સ્થિત પ્રાયોસા પ્રાઇમ બિલ્ડિંગમાં ધન શ્રી નામની બેકરી ચલાવે છે. 31 જુલાઈની રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ તેઓની બેકરીની બાર મોપેડ પર આવેલા ચાર કેરેટ દૂધ અને એક કેરેટ દહીં મળી કુલે 5426 રૂપિયાની મતદાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જો કે સવારે દુકાન પર આવતા જ દુકાન માલિકે આશ્રમ દૂધ અને દહીંની ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ તાત્કાલિક દુકાનમાં રહેલા સીસીટીવી ચેક કરતા ચોરી કરવા આવેલા કેમેરામાં કેસ થઈ ગયા હતા. જોકે તાત્કાલિક દુકાન માલિકે આ મામલે નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને સીસીટીવી પોલીસને આપ્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા.
વિરેન્દ્રભાઈની દુકાન પર ચોરીની ઘટના પ્રથમ વખત નથી બની. ભૂતકાળમાં પણ આ જ પ્રકારે તેમની દુકાનથી દૂધની ચોરી થયાનું સામે આવ્યું હતું પણ તે સમયે તેઓએ ફરિયાદ કરી ન હતી પણ આ સમયે ફરિયાદ કરી છે ત્યારે સીસીટીવી વાયરલ થતા લોકો એક સમય માટે વિચારમાં પડી ગયા છે કે તસ્કરો સોના-ચાંદી છોડી હવે દૂધ અને દહીંની ચોરી કરે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર