Home /News /surat /Surat: સુરતની આ મહિલા ખેડૂત પ્રાકૃતિક ખેતીથી કરી રહ્યાં છે સારી એવી કમાણી

Surat: સુરતની આ મહિલા ખેડૂત પ્રાકૃતિક ખેતીથી કરી રહ્યાં છે સારી એવી કમાણી

સુરતના લતાબેન અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયક કામ કરી રહ્યાં છે

વર્ષો પહેલા પ્રાકૃતિક ખેતી જ કરવામાં આવતી હતી, જેમાં રસાયણનો ઉપયોગ કર્યા વગર માત્ર ગાયના મળ મૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ગાયના મળમૂત્રથી જમીની ફળદ્રુપતા તો વધે છે સાથે પાકનું ઉત્પાદન પણ સારું થાય છે.

    Mehali tailor surat: 26 સપ્ટેબર એટલે વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ દિવસ . પર્યાવરણની જાણવાનીની જાગૃતિ લોકોમાં આવે તે માટે દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 22મી સદીમાં લોકો ઘણા સ્માર્ટ બન્યા છે. અને સ્માર્ટ વસ્તુ વાપરતા પણ થયા છે. પરંતુ વસ્તુ અને સદીની લાઈફસ્ટાઇલ પાછળ પર્યાવરણની વાત કરવામાં આવે તો આજે જમીન, હવા, અને પાણીનું પ્રદુષણ હવે એટલી હદે વધી રહ્યું છે કે જો તેને માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં માનવ પ્રજાતિએ ગંભિર પરિણામ ભોગવવું પડશે. ખેતી લાયક જમીન પર રાસાયણિક ખેતી કરી તેની ફળદ્રુપતાને તો હાનિ પહોંચે છે. ત્યારે આ પ્રદુષણનને અટકાવવા માટે કેટલાક ખેડૂતો આગળ આવી રહ્યાં છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. 

    પ્રાકૃતિક ખેતીથી જમીન ઉપજાવ બની

    વર્ષો પહેલા પ્રાકૃતિક ખેતી જ કરવામાં આવતી હતી, જેમાં રસાયણનો ઉપયોગ કર્યા વગર માત્ર ગાયના મળ મૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ગાયના મળમૂત્રથી જમીની ફળદ્રુપતા તો વધે છે સાથે પાકનું ઉત્પાદન પણ સારું થાય છે. સુરતના કામરેજ તાલુકાના ખેડૂત લતાબેન પટેલ જેની પાસે ક્ષાર યુક્ત જમીન હોવાથી કોઈ પણ પ્રકારની ખેતી થઇ શકે એમ હતું. ત્યારે લતાબેહેને સુભાષ પાલેકર ખેતી વિષે જાણ્યું હતું. અને તેમની જમીન જે તેઓ વેચી દેવાની તૈયારીમાં હતા ત્યારે તેમણે જમીન પણ 2015માં સુભાષ પાલેકર દ્વારા ખેતી કરી હતી.અને આજે જમીન પણ તેઓ ધાન્યની ખેતી કર્યા બાદ દરેક પ્રકારના શાકભાજીની પણ ખેતી કરી રહ્યા છે.

    એક સમયે જમીન વેંચી દેવાનો વિચાર આવ્યો હતો

    શરૂઆતમાં લતાબહેનની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેઓ ખેતી કરી શકતા હતા. પરંતુ લતા બહેનને એક ગાયનું વાછરડું દાનમાં મળ્યું હતું. અને આના દ્વારા તેમને ખેતી શરુ કરી હતી. આજે ખેતી કરી લતાબહેનને ઘણી આર્થિક મદદ મળી છે અને આજે તેઓ પાસે 50 ગીર ગાય છે અને તેમની મદદથી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવા માટે બીજાને પણ મદદ કરી રહ્યા છે. અને લોકોમાં ખેતી બાબતે જાગૃતિ આવે તે માટે તેઓ શિબિર પણ કરી રહ્યા છે


    ત્યારે પર્યાવરણ જાણવાની દિવસે તેમને પણ લોકોને ખેતી લાયક જમીનની જાણવણી કરી ગાય માતાની પણ જાણવાની કરવાનો સંદેશો આપ્યો હતો. કારણકે પર્યાવણની આપણે જાળવણી કરીશુ તો પર્યાવણ આપણને બચાવશે જમીનનું પણ પ્રદુષણ વધી રહ્યું છેજેને લઇ હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવવી ઘણી જરૂરી છે

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: World Environment Day, ખેડૂત, સુરત

    विज्ञापन
    विज्ञापन