Home /News /surat /Surat: આ યુવકે આફતને અવસર બનાવી કરી રહ્યો છે જલસા, બનાવે છે એવા વીડિયો કે લાખો લોકો જુઓ છે

Surat: આ યુવકે આફતને અવસર બનાવી કરી રહ્યો છે જલસા, બનાવે છે એવા વીડિયો કે લાખો લોકો જુઓ છે

જન્મના ત્રણ મહિના બાદ કોઈક કારણોસર તેના પગની નસ કપાઈ હતી. જેને લઇ તેને પોતાની ચાલવાની શક્તિ ગુમાવી હતી.

યંગસ્ટરમાં ફૂડ બોલગીંગનો ક્રેઝ વધુ જોવા મળે છે. ફૂડ બ્લોગર અલગ અલગ જગ્યાએ જઈ ફૂડનું ટેસ્ટ કરે છે. અને કંઈક નવી વાનગીનો વિડીયો સોસસિયલ મીડિયા પર મૂકી લોકોને તેના વિષે માહિતી આપે છે.

    Mehali Tailor Surat :આજનો યુગએ ટેક્નોલોજીને ક્ષેત્રે ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે, આજે લોકો કોઈ પણ કાર્ય કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.શું ખાવુંએ બાબતે પણ લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરી પસંદગી કરે છે. વધતા ક્રેઝને લઇ કેટલાક લોકો અલગ અલગ જગ્યાએ જય ત્યાંના ફૂડ વિષે સોશ્યલ મીડિયા પર માહિતી આપી ફૂડ બ્લોગિંગ કરે છે. યંગસ્ટરમાં ફૂડ બોલગીંગનો ક્રેઝ વધુ જોવા મળે છે. ફૂડ બ્લોગર અલગ અલગ જગ્યાએ જઈ ફૂડનું ટેસ્ટ કરે છે. અને કંઈક નવી વાનગીનો વિડીયો સોસસિયલ મીડિયા પર મૂકી લોકોને તેના વિષે માહિતી આપે છે. અને ઘણા યુવાનો કંઈક અલગ કરવા માટે ફૂડ બ્લોગરમાં પોતાનું કરિયર બનાવતા હોય છે. ત્યારે આવા જ સુરતના ફૂડીબ્લોગર જેમણે પોતાના ઉપર આવેલ આફતને અવસરમાં પલટી ફૂડ બ્લોગર બન્યા છે.

    સુરતનો એક ફૂડ બ્લોગર અંકિત બરનવાળાને પગમાં તકલીફ છે. જન્મના ત્રણ મહિના બાદ કોઈક કારણોસર તેના પગની નસ કપાઈ હતી. જેને લઇ તેને પોતાની ચાલવાની શક્તિ ગુમાવી હતી. અને તે કાયમ માટે વિહિલચેરના સહાયએ ચાલ્યો. તે જાતે ચાલી ન શકવાને કારણે તેના મિત્રો મદદ કરી રહ્યાં છે અને તેની સાથે જ રહે છે.



    તેમની જેવા બીજા વત્સલ જરીવાલા જે છેલ્લા કેટલાય સમયથી વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી રહ્યા હતા. પરંતુ કોરોના કાળ દરમિયાન ફોટોગાફીનો વ્યસાય ઠપ થઇ ગયો હતો. કોરોના કાળ દરમિયાન તેમને જોયું કે ઘરમાં બેઠા લોકો વિડીયો જોઈ નવું નવું ફૂડ ટ્રાય કરી રહ્યા છે. અને ત્યારબાદ તેમણે ઈન્ટરનેટ પરથી ફૂડ બ્લોગીંગ વિષે જોયું.

    ત્યારબાદ આંશિક લોકડાઉન ખુલતા તેમણે પોતાના વિડીયોગ્રાફીના કેમેરા અને સાધનનો ઉપયોગ કરી ફૂડ બ્લોગીગ ચાલુ કર્યું. અને તેમને સૌ પ્રથમ લોકલ ફોર વોકલ માટે સુરતનું સ્ટ્રીટ ફૂડને જ મહત્વ આપી લોકલ લોકોના ફૂડનું બ્લોગીંગ કર્યું હતું. અને કેટલાક સામાન્ય લારીનું ફૂડ બ્લોગીંગ કર્યું હતું. અને આજે તે સુરતના જાણીતા ફૂડ બ્લોગર બન્યા છે. અને આ ફૂડ બ્લોગિંગમાં કરિયર બનાવા માંગતા યંગસ્ટરને તે મદદ પણ કરી રહ્યા છે. આમ સુરતના આ ફૂડી બ્લોગરે પરિસ્થિતિથી હાર માનવને બદલે તેને તકમાં પરિવર્તિત કરી હતી.



    પોતાના શોખને વ્યવસાયમાં પરિવર્તિત કર્યા હતા].થ છોડી દીધો હતો.મિત્રએ સાથ છોડ્યા બાદ પણ તેને હાર ન માની અને કોલેજનો અભ્યાસ કર્યા બાદ તેને એક વર્ષ નોકરી કરી. અને ત્યારબાદ તેને પોતાના વિડીયોગ્રાફીના શોખને આગળ વધારવા ફૂડ બ્લોગીંગ ચાલુ કર્યું.અને આજે તે કોઈના ઉપર પણ બોજ બન્યા વગર માત્ર 23 વર્ષની ઉંમરે આર્થિક રીતે પોતાના પગ પર ઉભા રહ્યા છે.અને તે પોતાની જાતે અલગ અલગ અને નવી નવી જગ્યાએ જઈ ફૂડ બ્લોગીંગ કરે છે.
    First published:

    Tags: ખોરાક, સુરત

    विज्ञापन
    विज्ञापन