કેમેરો લઈ રાત સુધી કામ કરવું. ફોટોગ્રાફીના ઓર્ડર માટે શહેરથી દૂર જવું દોડાદોડી કરવી એ મહિલાઓનું કામ નથી એવું કહી સ્મિતા ને પણ ઘણું સંઘર્ષ કરવું પડતું હતું અને અનેક પુરુષો દ્વારા તેમને મહિલા હોવાને લઈને કામ આપવામાં આવતું ન હતું.
Mehali tailor:Surat; ફોટો પડાવવા માટે આપણે હંમેશા એક કેમેરામેનને બોલાવ્યો છે. પરંતુ હવે ફોટો પાડવામાં તે કેમેરા વુમન પણ આવી શકે છે. સુરતની આ કેમેરા વુમન એટલે કે સ્મિતા શાહ છેલ્લા બે વર્ષથી પોતાનો સ્ટુડિયો બનાવી આજે 10 થી 12 કેમેરામેનને રોજગારી આપે છે.
સામાન્ય રીતે આ કેમેરા ચલાવવાનું કામ એ પુરુષોનું ગણવામાં આવે છે એટલે હંમેશા ફોટોગ્રાફી કરવા માટે કેમેરામેનને બોલાવવામાં આવે છે પરંતુ હવે આ વ્યાખ્યા બદલાય છે, હવે લગ્ન પ્રસંગમાં પ્રીવેડિંગમાં કે કોઈપણ પ્રસંગોમાં માત્ર પુરુષો જ કેમેરા વડે ફોટા પાડતા જોવા નહીં મળે પરંતુ મહિલાઓ પણ તમને કેમેરાને ઉપયોગ કરતી જોવા મળશે.
આ કેમેરાનું કામ કરતી સ્મિતા શાહ પહેલેથી જ ફોટોગ્રાફી ફિલ્ડમાં જાણકાર અને રસ ધરાવતા રહેશે શરૂઆતમાં મહિલા તરીકે કામ કરવું તેમના માટે પણ થોડું અઘરું પડ્યું હતું કારણ કે એક મહિલા તરીકે કામ લેવા જતા તેમને માત્ર નાના મોટા કામ આપવામાં આવતા.
મહિલા તરીકે તેઓ આ કામ નહીં કરી શકે તે માટે ઘણા લોકો એ તેમને સમજાવ્યું
કેમેરો લઈ રાત સુધી કામ કરવું. ફોટોગ્રાફીના ઓર્ડર માટે શહેરથી દૂર જવું દોડાદોડી કરવી એ મહિલાઓનું કામ નથી એવું કહી સ્મિતા ને પણ ઘણું સંઘર્ષ કરવું પડતું હતું અને અનેક પુરુષો દ્વારા તેમને મહિલા હોવાને લઈને કામ આપવામાં આવતું ન હતું. આ સિવાય સામાજિક રીતે પણ તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો. મહિલા તરીકે તેઓ આ કામ નહીં કરી શકે તે માટે ઘણા લોકો એ તેમને સમજાવ્યું પણ હતું.પરંતુ પોતાના રસ ધરાવતા વિષયને છોડવો નહીં એ સ્મિતાએ ગાંઠ બાંધી લીધી હતી અને તેમણે પોતાના કામને આગળ વધારી જાતે જ પોતાનું કામ શરૂ કર્યું અને પોતાનો જ સ્ટુડિયો શરૂ કર્યો. અને આજે આ સ્ટુડિયોમાં તેઓ અનેક લોકોને રોજગારી આપી રહ્યા છે.
દરેક કામ કરજે જે પુરુષ કરી રહ્યા છે તે મહિલાઓ પણ કરી શકે છે
તેમના કામને લઈને આજે તેમને માત્ર શહેરમાં જ નહીં પરંતુ આખા દેશમાં ઓર્ડર આવી રહ્યા છે ચેન્નાઈ મુંબઈ દિલ્હી અને કલકત્તા જેવા શહેરોમાંથી પણ મોટા લગ્ન પ્રસંગના આયોજનમાં તેમને ઓર્ડર મળી રહ્યા છે. અને આ સ્મિતાએ સાબિત કરી આપ્યું છે કે કોઈપણ કામ આજે પુરુષનું કે મહિલાનું રહ્યું નથી દરેક કામ કરજે જે પુરુષ કરી રહ્યા છે તે મહિલાઓ પણ કરી શકે છે.