Home /News /surat /Surat News: સુરત: બનાવેલા મામાએ જ સગીર દીકરીને પિંખી નાંખી, આ રીતે ઝડપાયો

Surat News: સુરત: બનાવેલા મામાએ જ સગીર દીકરીને પિંખી નાંખી, આ રીતે ઝડપાયો

સગીરાની પ્રતિકાત્મક તસવીર

જે બાદ આ બનાવેલા મામા અવારનવાર હોટલમાંથી જવાનું કહીને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો.

    સુરત : શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પર્વત પાટિયામાં ચાની દુકાન ચલાવનારી મહિલાની 11 વર્ષની પુત્રી સાથે માનેલા મામાએ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાની વાત સામે આવતા ચકચાર મચી ગઇ છે. સગીરાની માતાની ફરિયાદના આધારે પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પર્વત પાટીયામાં રહેતી મહિલાએ ચાની દુકાન ચલાવે છે તેના પતિનું 10 મહિના પહેલા પતિનું બીમારીના કારણે અવસાન થયુ હતુ. જે બાદ મહિલા અને દીકરી ચાની લારી ચલાવતા મૃતક પતિના ભાગીદાર ઉમેશ તલસાણીયા સાથે રહેતા હતા. ગત તા. 29 ઓગસ્ટે ઉમેશભાઈએ ઝેર પી આપઘાત કરી લીધો હતો. જે બાદ પતિ સાથે દોઢ વર્ષથી ચાની દુકાન પર કામ કરતા અને સાથે રહેતા માનેલા મામા દિનેશ મસાણી ચાની દુકાન ચલાવવામાં મદદ કરતો હતો.

    પતિના અવસાનના બે માસ પછી બનાવેલા મામાએ દિનેશ મસાણીએ યુવતીની 11 વર્ષની સગીર દીકરી સાથે પહેલા છેડતી કરી હતી. જેની જાણ દીકરીએ માતાને આ વાત જણાવતા માતાએ બનાવેલા મામાને ઘરમાંથી કાઢી મુક્યો હતો. જે બાદ મહિલાને ચાની દુકાનમાં અગવડ પડતા ફરીથી બોલાવ્યો હતો.

    જે બાદ આ બનાવેલા મામા અવારનવાર હોટલમાંથી જવાનું કહીને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. આ અંગેની જાણ પાડોશીઓએ સગીરાની માતાને કરી હતી. જેથી માતાએ પોતાની દીકરીને પણ આ અંગે પૂછપરછ કરતા તેણે આખી દર્દનાક વાત જણાવી હતી. જે બાદ મહિલાએ આ અંગેની જાણ પુણા પોલીસને કરતા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો: 'આપ'ની નવી ગેરંટી, 'ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત શાસન લાવીશું'

    સુરતનો અન્ય એક કિસ્સો


    સુરત શહેરમાં સ્કૂલવાન અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે જે સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો તેમાં નવ બાળકો સવાર હતા. અકસ્માત બાદ નવમાંથી એક બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. વાનમાં સવાર અન્ય બાળકોને પણ નાની મોટી ઈજા પહોંચી છે. લોકોનું કહેવું છે કે વાન ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. (સીસીટીવી ફૂટેજ અહીં જુઓ)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Crime news, ક્રાઇમ સમાચાર, ગુજરાત, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन