Home /News /surat /Union Budget 2023: બજેટ રજૂ થતાં જ સુરતની ડાયમંડ માર્કેટમાં વેપારીઓ ઝૂમી ઉઠ્યાં, જાણો કેમ

Union Budget 2023: બજેટ રજૂ થતાં જ સુરતની ડાયમંડ માર્કેટમાં વેપારીઓ ઝૂમી ઉઠ્યાં, જાણો કેમ

સુરતની ડાયમંડ માર્કેટમાં ખુશીનો માહોલ

લેબગ્રોન ડાયમંડના રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે આઈ.આઈ. ટી કોલેજની એક મોટું ફંડ ફાળવવામાં આવ્યું છે. સીટ્સ ગ્રો કરવા માટે ચાઇનાથી ઇનપુટ કરવામાં આવતી hpht ચિપ્સ પર પાંચ ટકા ડ્યુટી લગાવવામાં આવી છે. જેથી લોકો હવે તેને અહીં જ બનાવતા થશે જેનો સીધો ફાયદો ઇન્ડિયાને થશે

વધુ જુઓ ...
    Mehali tailor, surat: નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યો જેમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે સરકાર દ્વારા એક મોટો લાભ આપવામાં આવ્યો છે અને આ લાભ ડાયમંડ ઉદ્યોગમાં મોટા રાહતના સમાચાર આપશે તેવુ ડાયમંડના વેપારીઓ જણાવી રહ્યા છે. કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ફંડ આપવામાં આવ્યું છે. આ સિવાય આ બજેટમાં ડાયમંડ માટેના મશીનો અને સાધનો ઉપયોગ થાય છે તેના પરની ઈમ્પોર્ટ ડ્યુટી પણ જો ઓછી કરવામાં આવે તો તેનો મોટો ફાયદો હીરા ઉદ્યોગને થઈ શકે છે અને ડાયમંડ માટેની મશીનોને પણ આયાત કરવાની જરૂર આવનાર સમયમાં પડશે નહીં.

    સીટ્સ ગ્રો કરવા માટે ચાઇનાથી ઇનપુટ કરવામાં આવતી hpht ચિપ્સ પર પાંચ ટકા ડ્યુટી લગાવવામાં આવી

    ડાયમંડ ઉદ્યોગમાં હમણાં મોટા પાયલ લેપ્રોન ડાયમંડ નો વ્યાપક વધી રહ્યું છે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ લેબગ્રોન ડાયમંડની માંગ દિવસે દિવસે વધી રહી છે. સુરત ડાયમંડ સોસિએશનના ડામજી માવાણીએ જણાવ્યુ કે," લેબગ્રોન ડાયમંડના રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે આઈ.આઈ. ટી કોલેજની એક મોટું ફંડ ફાળવવામાં આવ્યું છે. સીટ્સ ગ્રો કરવા માટે ચાઇનાથી ઇનપુટ કરવામાં આવતી hpht ચિપ્સ પર પાંચ ટકા ડ્યુટી લગાવવામાં આવી છે. જેથી લોકો હવે તેને અહીં જ બનાવતા થશે જેનો સીધો ફાયદો ઇન્ડિયાને થશે."



    આ ફંડ દ્વારા નાના એસીબી સેક્ટરના લોકોને પણ ઘણો ફાયદો થશે.

    લેબ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વઘાણીએ જણાવ્યું હતું કે,"ડાયમંડ ઉદ્યોગ માટે આ ખૂબ જ લાભદાય બજેટ રહ્યું છે. હાલના સમયમાં સુરત શહેરની અંદર આ ડાયમંડનું ઉત્પાદન વધુ રહ્યું છે. ત્યારે આ ડાયમંડ ના રિસર્ચ અને ડેવલોપમેન્ટ જો સારી રીતે કરવામાં આવે તો આના કારણે રોજગારીની તકો પણ ઘણી ઊભી થશે. આ ફંડ દ્વારા નાના એસીબી સેક્ટરના લોકોને પણ ઘણો ફાયદો થશે. અને આ સિવાય હીરાની ગુણવત્તા અને તેના વેલ્યુ એડિશનને પણ ઘણો મોટો લાભ આવનાર સમયમાં ભારતને થશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો