Home /News /surat /

સુરત: કોલેજીયન યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવાને કપલ બોક્સમાં આચર્યું દુષ્કર્મ

સુરત: કોલેજીયન યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવાને કપલ બોક્સમાં આચર્યું દુષ્કર્મ

યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat News: યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા ફોટો કોલેજના ગૃપમાં અને પરિવારને મોકલવાનું કહી બ્લેકમેલ કરતો હતો. જેને લઇને યુવતીએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સુરત : કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ (Surat couple box) પુન શરૂ થતાંની સાથે વિવાદ સામે આવ્યો છે. સુરતના (Surat news) વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી સાથે યુવકે મિત્રતા કર્યા બાદ કાફેની આડમાં ચાલતા કપલ બોક્સમાં લઈ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે આ સમયે યુવકે યુક્તિપૂર્વક યુવતીના ફોટા પણ પાડી દીધા હતા અને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેને લઇને સમગ્ર મામલો પુણા પોલીસ મથકે (Surat police) પહોંચ્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદના આધારે છટકું ગોઠવી યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં આવેલા કાફેમાં couple box બનાવવામાં આવે છે અને આ કપલ બોક્સિંગના યુવક-યુવતીઓને એકાંતની પળો માણવા માટે ગેરકાયદેસર રીતે જગ્યા આપવામાં આવતી હતી. જેને લઇને દુષ્કર્મની સતત ફરિયાદો સામે આવતા સુરત પોલીસે આ પ્રકારના કપલ બોક્સ સાથે કાફે પર પ્રતિબંધ મૂકી અવાર નવાર દરોડા પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે આ કપલબોક્સ  ફરી એક વખત શહેરમાં ધમધમતા થયા છે અને ફરી એક વખત કપલ બોક્સ ને લઈને દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે.

આ પણ વાંચો: રાજકોટ: બે બે દીકરા છતાં રઝળપાટ કરતી માતાના ખાતામાં પુત્રને 25 હજાર જમા કરાવવાનો કોર્ટનો આદેશ

સુરતના વેસુ વિસ્તારમાં રહેતી અને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને પોતાના કલાસમાં અભ્યાસ કરતા બાદશાહ સુફીયાન મોહમદ ફતેહ સાથે મિત્રતા થઇ હતી.  યુવતી સાથે મિત્રતા ધીમે ધીમે વધારી હતી અને તેનો વિશ્વાસ જીતી લીધો હતો.જોકે આ યુવતીને થોડા થોડા સમયે કાફેમાં લઈ જઈ તેની સાથે સમય પણ પસાર કરતો હતો. ગત નવેમ્બર મહિનામાં બાદશાહે મળવા માટે વેસુના સફલ સ્કેવર પાસે બોલાવી નજીકના યુ એન્ડ મી કાફેના કપલ બોક્સમાં લઇ ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ-મહેસાણા હાઇવે પર લક્ઝરી બસને અકસ્માત

જે બાદ યુવકે  યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ સમયે પૂર્વક યુવતીના સાથેના ફોટા પણ પાડી લીધા હતા. ત્યાર બાદ બાદશાહે પુનઃ યુવતીને કાફેમાં મળવા બોલાવી હતી પરંતુ ઇન્કાર કરતા બાદશાહે ફોટો કોલેજના મિત્રનો ગૃપમાં વાયરલ કરવાની ધમકી આપી હતી.  આ સાથે તેઓ એકલા કાફેમાં ગયા હતા અને ત્યાં બહુ મજા કરી છે તેવી વાત ફેલાવી બદનામ કરવાની ધમકી આપી હતી.



બાદશાહ સાથેના સંબંધની જાણ તેના પરિવારને થઇ જતા ઠપકો આપતા યુવતીએ સંબંધ તોડી નાંખ્યા હતા. પરંતુ બાદશાહ યુવતીના ઘરની આજુબાજુ આંટાફેરા કરવા લાગ્યો હતો અને બે દિવસ અગાઉ ઘોડદોડ રોડ જોગર્સ પાર્ક પાસે મળવા બોલાવી હતી. કપલ બોક્સમાં લઇ જઇ રાણી તળાવના યુવાને દુષ્કર્મ આચરી પોતાની સાથે સંબંધ નહીં રાખે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે. જોકે, પોલીસે યુવતીની મદદથી છટકું ગોઠવી નરાધમ દુષ્કર્મીને ઝડપી પાડયો હતો. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત

આગામી સમાચાર