Home /News /surat /Surat News: સુરતના રાહદારીઓ પાસેથી ચાલુ ટ્રેને મોબાઇલ ખેંચી લેતા 2 આરોપી ઝડપાયા, 7 ગુનાના ભેદ ઉકેલાયાં

Surat News: સુરતના રાહદારીઓ પાસેથી ચાલુ ટ્રેને મોબાઇલ ખેંચી લેતા 2 આરોપી ઝડપાયા, 7 ગુનાના ભેદ ઉકેલાયાં

આરોપીઓની તસવીર

Surat News: સુરત શહેરમાં જાહેર રોડ પર પસાર થતા રાહદારીઓના હાથમાંથી તથા ચાલુ ટ્રેને મુસાફરોના મોબાઈલ ખેંચી લેતા બે આરોપીઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે.

સુરતઃ શહેરમાં જાહેર રોડ પર પસાર થતા રાહદારીઓના હાથમાંથી તથા ચાલુ ટ્રેને મુસાફરોના મોબાઈલ ખેંચી લેતા બે આરોપીઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક મોપેડ તથા 11 મોબાઈલ ફોન કબજે કર્યા છે. તેમજ પોલીસ તપાસમાં 7 જેટલા ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે.

પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યાં


સુરત શહેરમાં રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી હતી. મોપેડ કે બાઈક પર આવી આરોપીઓ મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઇ જતા હતા. ત્યારે કાપોદ્રા પોલીસે આવા જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. કાપોદ્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીને આધારે ડિંડોલી નવાગામ પાસે રહેતા ઓમ પ્રકાશ ઉર્ફે વિશાલ ઉર્ફે છપરી ગુરુપ્રસાદ મિશ્રા તથા રાજુ ઉર્ફે નાનુ લાલજી મારવાડીને ઝડપી પાડ્યા હતા.

પોલીસે 11 ફોન જપ્ત કર્યા


પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ઉપયોગમાં લીધેલી મોપેડ અને 11 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, આરોપીઓ મોટરસાયકલ પર આવી રોડ પર એકલ-દોકલ જતા રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા અને બાદમાં તેના હાથમાંથી ખિસ્સામાંથી મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ જતા હતા.


આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ


આ ઉપરાંત આરોપીઓ ઉધના રેલ્વે સ્ટેશનેથી ચાલુ ટ્રેને પેસેન્જરોના મોબાઈલ ફોનની ચોરી કરી લેતા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. તેમજ પોલીસ તપાસમાં 7 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા છે. આરોપી ભૂતકાળમાં આવા કોઈ ગુનામાં સંડોવાયેલા છે તે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસ દરમિયાન જો ગુના મળી આવે તો તે મામલે પણ કાર્યવાહી કરવાની તૈયારી પોલીસે કરી છે. પોલીસ સતત આવા આરોપીઓને પકડી પાડી ગુનાખોરી દામવાનો સતત પ્રયાસ કરી રહી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन