Home /News /surat /સુરતઃ લીંબાયતમાં ખાડી પૂર માનવ સર્જિત? આ વર્ષે શહેરમાં પાંચ વાર ખાડી પૂરનું સંકટ સર્જાયું

સુરતઃ લીંબાયતમાં ખાડી પૂર માનવ સર્જિત? આ વર્ષે શહેરમાં પાંચ વાર ખાડી પૂરનું સંકટ સર્જાયું

વિરોધ પ્રદર્શનની તસવીર

લીંબાયત સહિતના વિસ્તારોમાં ખાડી પૂર માનવસર્જીત હોવાની રાવ સાથે શિવશક્તિ-ભીમશક્તિ-માઈનોરિટી ફાઉન્ડેશન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

સુરતઃ લીંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના (mithi khadi) કારણે છેલ્લા એકાદ મહિનામાં પાંચ વાર પૂરની (flood) સમસ્યા સર્જાઈ હતી. ત્યારે મીઠી ખાડીની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરાયેલા માર્કેટ સહિતના બાંધકામો તોડવી પાડવા માટે મોર્ચો લઈને નીકળેલા શિવશક્તિ-ભીમશક્તિ-માઈનોરિટી ફાઉન્ડેશનના નેતાઓ સહિતના કાર્યકરોની પોલીસ (police) દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે આ વર્ષે શહેરમાં પાંચ વાર ખાડી પૂરનું સંકટ સર્જાયું હતું. ત્યારે લીંબાયત સહિતના વિસ્તારોમાં ખાડી પૂર માનવસર્જીત હોવાની રાવ સાથે શિવશક્તિ-ભીમશક્તિ-માઈનોરિટી ફાઉન્ડેશન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ખાડીની આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું. આદોલન દરમિયાન પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. શિવશક્તિ-ભીમશક્તિ-માઈનોરિટી ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશ સોનવણેએ જણાવ્યું હતું કે, આ મીઠી ખાડીના પ્રશ્ન અંગે અમે અગાઉ ક્લેક્ટરને રજૂઆત કરી હતી. ક્લેક્ટર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતાં આજે અમે આ બાંધકામો તોડી પાડવા નીકળ્યાં હતાં.

આ પણ વાંચોઃ-શ્રાદ્ધ પક્ષનો પ્રારંભઃ સુરતના નિવૃત સરકારી અધિકારીએ પત્નીની શ્રાદ્ધ વિધિ નિમિત્તે કર્યું આ અનોખું કામ

આ પણ વાંચોઃ-ગુજરાતમાં આત્મહત્યાના ચોકાવનારા આંકડા, એક જ વર્ષમાં ૭૬૫૫ આપઘાત, ખેડૂતોની કેવી છે સ્થિતિ?

આ પણ વાંચોઃ-સોલાની શરમજનક ઘટના! આડા સંબંધના આરોપમાં મહિલાને નગ્ન કરી જાહેરમાં નવડાવી, લોકો જોતા રહ્યા તમાસો

વારંવાર આવતું પૂર કુદરતી નહીં પરંતુ માનવસર્જીત છે. જેથી અમે ખાડીઓની પહોળાઈ વધારીને પૂરની સ્થિતિ અટકાવવા માટે રજૂઆત કરી હતી પરંતુ કોઈએ ધ્યાને ન લેતા અમે આજે મજબૂર થઈને નીકળ્યા હતાં.
" isDesktop="true" id="1021050" >

અગાઉ કોંગ્રેસ દ્વારા પણ ખાડી કિનારે ઉભા કરી દેવામાં આવેલા મોટા મોટા ટાવરને લઈને વારંવાર સ્થાનિક લોકો પુરનો સામનો કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે આજે દલિત આગેવાનો સાથે સ્થાનિક લોકોએ મોરચો માંડયો હતો પરંતુ રેલી સ્વરૂપે વિરોધ થાય તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી હતી.
First published:

Tags: ગુજરાત, ભારે વરસાદ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો