Home /News /surat /સુરતમાં વધુ એક હત્યા, સિગરેટ પીવા ન આપતા અજાણ્યા શખ્સોએ કર્યો ઘાતકી હુમલો

સુરતમાં વધુ એક હત્યા, સિગરેટ પીવા ન આપતા અજાણ્યા શખ્સોએ કર્યો ઘાતકી હુમલો

પ્રતિકાત્મક તસવીર

Surat News: સારવાર દરમિયાન આજે ચંદ્રભાનનું મોત નીપજ્યું છે. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અજાણ્યા લોકોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

    સુરત : શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સિગરેટ પીવા ન આપવાની નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે. બે દિવસ પહેલા મૃતક ચંદ્રભાન પાસે બે અજાણ્યા લોકોએ સિગારેટ માંગી હતી. ચંદ્રભાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન આજે ચંદ્રભાનનું મોત નીપજ્યું છે. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અજાણ્યા લોકોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

    આણંદ ખાનગી ફાર્મ હાઉસમાં જામી દારૂની મહેફિલ


    આણંદ: આણંદ જિલ્લામાં દારૂની એક મહેફિલ પર પોલીસે દરોડો કર્યો હતો. આ મહેફિલ ખાનગી ફાર્મ હાઉસમાં યોજવામાં આવી હતી. પોલીસે દારૂની પાર્ટીના રંગમાં ભંગ પાડીને 25 જેટલા યુવક અને યુવતીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા તમામ લોકો શ્રીમંત પરિવારના છે. આ તમામ નબીરા વડોદરા શહેરના રહેવાસી છે. પોલીસે આંકલાવના ગ્રીનટોન નામના ફાર્મ હાઉસ પર દરોડો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે આંકલાવ તાલુકાના માનપુરા ગામે ગ્રીનટોન નામના ખાનગી ફાર્મ હાઉસ દારૂની મહેફિલ ઝડપાઈ છે. અહીં જન્મ દિવસની પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પાર્ટીમાંથી પોલીસે શ્રીમંત પરિવારના 15 યુવકો અને 10 યુવતીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે દારૂની 10 બોટલો પણ ઝડપી પાડી છે. આંકલાવ પોલીસ તમામ નબીરાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડેલા તમામ નબીરા વડોદરા શહેરના રહેવાસી છે. (આ અંગેની વધુ માહિતી અહીંથી મેળવો)

    દાગીના માટે દેરાણીએ જ કરી જેઠાણીની હત્યા


    પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાં આવેલ ગોપાલ પરા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા સાજણબેન કરશનભાઈ લાખાણાની ગત તારીખ 8/01/2022 એટલે કે, આઠ માસ પૂર્વે તેઓ જ્યારે પોતાના ઘરે હતા ત્યારે તેઓના શરીર પર પહેરેલા સોનાના દાગીનાની લૂંટ કરવાના ઇરાદે વૃદ્ધા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેઓને મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવી હોવાની ઘટના બની હતી. મૃતક વૃદ્ધાના હાથમાં પહેરલા પાટલા તેમજ ગળામાં પહેરેલા સોનાના ચેઇન સહિત કુલ 90 હજારના દાગીનાની લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. રાણાવાવ પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આ કામના આરોપીને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. (આ અંગેની વધુ માહિતી અહીંથી મેળવો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, સુરત, હત્યા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन