Home /News /surat /Surat News: સુરતની આઇમાતા ચોકડી પાસે મોડી રાતે યુવકના માથામાં ચપ્પુ મારી હત્યા, પોલીસે 3ની અટકાયત કરી

Surat News: સુરતની આઇમાતા ચોકડી પાસે મોડી રાતે યુવકના માથામાં ચપ્પુ મારી હત્યા, પોલીસે 3ની અટકાયત કરી

સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી.

Surat News: સુરતમાં આઇમાતા ચોકડી પાસે એક લાશ મળી આવી હતી. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને તેમાં પિતા-પુત્ર સહિત એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે.

સુરતઃ શહેરમાં આઈમાતા ચોકડી પાસે મોડી રાતે યુવકની લાશ મળી આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને તેને આધારે પોલીસ તપાસ શરૂ કરી છે.

માથામાં ચપ્પુના ઘા મારી હત્યા કરી


સુરતના પુણા વિસ્તારમાં આઇમાતા ચોકડી પાસે આવેલા ક્રોસ રોડ નજીક રેસ્ટોરાં પાસે મોડી રાતે એક યુવાનની લાશ મળી હતી. તપાસ કરતા તેના માથામાં ચપ્પુના ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. અજાણ્યા શખ્સો લાશને પીકઅપ વાનમાં લાવ્યા હતા અને જાહેરમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ સુરતના વરાછામાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

પોલીસે ત્રણની અટકાયત કરી


પ્રાથમિક તપાસમાં મળતી માહિતી પ્રમાણે, મૃતક યુવાન ગોડાદરાની ધ્રુવ પાર્ક સોસાયટીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેનું નામ મહિપાલ આહીર છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીમાં 3 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


ફ્રૂટના પૈસા ના આપતા ઉશ્કેરાઈને લાકડું માર્યું


ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ લલિત વાગડીયાએ આ મામલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, મૃતકે ફ્રૂટ લેવાના પૈસા ના આપતા આરોપીએ ઉશ્કેરાઈને તેના માથામાં લાકડું ફટકાર્યુ હતુ અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું. આ મામલે તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે પિતા-પુત્ર સહિત એક કિશોર આ હત્યામાં સંડોવાયેલો છે. ત્યારે ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, ફ્રૂટના પૈસા ના આપતા કિશોરે ઉશ્કેરાઈને હત્યા કરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Latest news Surat, Surat crime news, Surat news

विज्ञापन
विज्ञापन