ન્યૂઝ18ગુજરાતીઃ હનીટ્રેપની ઘટનાઓ છાસવારે બનતી જાય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. મૂળ બગસરાના વતની અને હાલ સુરત સ્થાયી થયેલા કારખાનેદારને સુરતમાં ધારીની યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને શારિરીક સંબંધનો બિભત્સ વીડિયો ઉતારીને જાહેર કરી દેવાની ધકમી આપીને સતત બ્લેકમેઇલ કરી રૂ.1.41 લાખ પડાવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે ભોગ બનેલા કારખાનેદાર સતીષભાઇ બાબુભાઇ બરવાળીયાએ સુરત પોલીસ મથકે જાહેર કરેલી વિગતો મુજબ તેઓ મૂળ બગસરાના સુવાડવા ગામના વતની છે અને હાલમાં સુરતમાં સીમાડા ગામ સુવિધા રો હાઉસમાં રહે છે. અને કાપોદ્રા વિસ્તારમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. તેઓ આ વિસ્તારમાં પાણીપુરીની લારી ઉપર પાણીપુરી ખાતા હતા. ત્યારે ધારીની યુવતી જયશ્રી ઉર્ફે ગુડુ સાથે પરિચય થયો હતો. યુવતી સતીષ પાસેથી તેનો મોબાઇલ નંબર લઇ ગઇ હતી. અને બાદમાંબંને વાતો કરતા હતા.
યુવતીએ શરીરસુખની લાલચ આીને સતીષને કાપોદ્રાની ભગવતીકૃપાસોસાયટીમાં એક રૂમમાં બોલાવીને તેી સાથે અંતરંગ પળોનો બિભત્સ વીડિયો ઊતાર્યો હતો. તે જ સમયે અગાથી થયેલી ગોઠવણ મુજબ યુવતીનો સગો ભાઇ દિલીપ બારૈયા તેના સાથીદાર ઓમકાર ગોસ્વામી સાથે ત્યાં આવી ગયો હતો. અને બંનેને કઢંગી હાલતમાં પકડી લઇ સતીષને માર મારીને તેની પાસે રહેલી રોકડ લૂંટી લીધી હતી.
અને સતીષનું એટીએમ તથા તેનો પીનકોડ જબરદસ્તીથી લઇને કુલ 1.41 લાખ ઉપાડી લીધા હતા. ત્યારબાદ પણ આરોપીઓ બિભત્સ વીડિયો ક્લિપના આધારે બ્લેકમેઇલ કરતા હતા.