Home /News /surat /સુરત: દેવું ચૂકવવા ગાય-બકરાં પણ વેચી નાખ્યા, અંતે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી મોતને વ્હાલું કર્યું!
સુરત: દેવું ચૂકવવા ગાય-બકરાં પણ વેચી નાખ્યા, અંતે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી મોતને વ્હાલું કર્યું!
વાહન પાર્ક કરી ઝાડ સાથે લટકી આપઘાત કરી લીધો
Surat latest news: સવારે સાતથી આઠ વાગ્યા દરમિયાન ઠાકોરભાઈ સુખાભાઈ પટેલે (ઉં.વ.) ઝાડ સાથે લટકીને આપઘાત કરી લીધો છે. આ મામલે તેમના પત્ની સીતાબેન પટેલે પોલીસ ફરિયાદ આપી છે.
સુરત: સુરત જિલ્લા (Surat district)માં આપઘાતનો બનાવ બન્યો છે. જેમાં લેણદારોએ સતત પઠાણી ઉઘરાણી કરતા વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લીધો છે. આ બનાવ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામ (Vaheval village) ખાતે બન્યો છે. જેમાં એક વ્યક્તિએ ઝાડ સાથે લટકીને આપઘાત કર્યો છે. આ મામલે મહુવા પોલીસે (Mahuva Police) મૃતકની પત્નીની ફરિયાદને આધારે તપાસ આદરી છે. મૃતક ચાપલધરા ગામ (Chapaldhara village)નો ઠાકોરભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે. એવી પણ વિગત સામે આવી છે કે મૃતકે દેવું ચૂકવવા માટે પોતાની ગાય અને બકરાં પણ વેચી દીધા હતા. જોકે, લેણદારે પઠાણી ઉઘરાણી ચાલુ જ રાખતા તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું.
ઝાડ સાથે લટકીને આપઘાત
મહુવા પોલીસ સ્ટેશન (Mahuva police station) ખાતે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આ બનાવ આઠમી જૂનના રોજ બન્યો છે. જેમાં મહુવા તાલુકાના વહેવલ ગામની સીમમાં આવેલી સેન્ટ્રલ નર્સરી નજીક અનાવલથી મહુવા જવાના રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડ સાથે લટકીને વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
સવારે સાતથી આઠ વાગ્યા દરમિયાન ઠાકોરભાઈ સુખાભાઈ પટેલે (ઉં.વ.) ઝાડ સાથે લટકીને આપઘાત કરી લીધો છે. આ મામલે તેમના પત્ની સીતાબેન પટેલે પોલીસ ફરિયાદ આપી છે. ઠાકોરભાઈ પટેલ વાસંદા તાલુકાના ચાપલધરા ગામના ડુંગરી ફળિયા ખાતે રહેતા હતા.
ત્રણ લાખ રૂપિયા ઉછીના લીધા હતા
ઠાકોરભાઈએ ગામમાં જ રહેતા મોહનભાઈ છીબાભાઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા ઊછીના લીધા હતા. જે પૈકી એક લાખ રૂપિયા તેમણે ચૂકવી દીધા હતા. મરણજનારે અન્ય લોકો પાસેથી પણ પૈસા ઉછીના લીધા હતા. પૈસા ચૂકવવા માટે તેમણે ગાય અને બકરાં પણ વેચી દીધા હતા. પૈસા ન ચૂકવી શકતા આરોપી અવારનવાર મરણજનારના ઘરે આવતો હતો અને પૈસા પરત આપવા માટે માનસિક ત્રાસ આપતો હતો.
ઠાકોરભાઈએ ગામમાં જ રહેતા મોહનભાઈ છીબાભાઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા ઊછીના લીધા હતા. જે પૈકી એક લાખ રૂપિયા તેમણે ચૂકવી દીધા હતા. મરણજનારે અન્ય લોકો પાસેથી પણ પૈસા ઉછીના લીધા હતા. પૈસા ચૂકવવા માટે તેમણે ગાય અને બકરાં પણ વેચી દીધા હતા. પૈસા ન ચૂકવી શકતા આરોપી અવારનવાર મરણજનારના ઘરે આવતો હતો અને પૈસા પરત આપવા માટે માનસિક ત્રાસ આપતો હતો.
આ વાતથી કંટાળીને ઠાકોરભાઈએ ત્રણ પાનાની સુસાઇડ નોટ લખીને જિંદગી ટૂંકાવી લીધી હતી. તેઓ વહેવાલ ગામ ખાતે આવેલી સેન્ટ્રલ નર્સરી પાસે દોરી વડે ફાંસો બનાવીને ઝાડ સાથે લટકી ગયા હતા. આ મામલે ફરિયાદ મળતા મહુવા પોલીસે આરોપી સામે આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.