સુરત: સુરતના અલથાણ વિસ્તારમાં એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત (Surat suicide case) કર્યો હતો. જે બાદમાં યુવકના મૃતદેહને લઈને તેની ગર્લફ્રેન્ડ સિવિલ હોસ્પિટલ (Surat civil hospital) ખાતે પહોંચી હતી. પ્રેમીએ આપઘાત કરી લીધા બાદ યુવતીએ પણ સિવિલ હોસ્પિટલના પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધી હતો. આપઘાત કરનાર યુવતી પરિણીત હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ પ્રેમ પ્રકરણ (Love affair) હોવાનું બહાર આવ્યું છે.
સુરતના અલથાણા વિસ્તારમાં રહેતા એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારબાદ આ યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. એવી માહિતી મળી હતી કે, યુવકનો મૃતદેહ તેની ગર્લફ્રેન્ડ સિવિલ હોસ્પિટલમાં લાવી હતી. બાદમાં યુવતીએ પણ સિવિલ હોસ્પિટલના પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો.
પરિણીત યુવતીએ પાચમાં માળેથી પડતું મૂક્યું હોવાના કારણે ગંભીર ઇજાથી યુવતીનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. બીજી તરફ 108ના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુવતીને મૃત જાહેર કરી હતી.
યુવકે આપઘાત કર્યો તેને લઈને પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ યુવકના આપઘાત પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પણ જે પરિણીત યુવતીએ પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતો તેના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
આ રીતે અજબ પ્રેમની ગજબ કહાનીનો કરુણ અંજામ સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ બાદ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. આ ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલમાં પણ ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવતી બે બાળકોની માતા હોવાનું સામે આવ્યું છે. યુવતીએ પાંચમા માળેથી નીચે ઝંપલાવતા બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી ઝાળી પણ તૂટી ગઈ હતી.
આ પણ વાંચો: પંજાબી યુવતીની ધરપકડ બાદ એક યુગલ સહિત વધુ ત્રણની ધરપકડ આ અંગે હૉસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું કે, 22મી જુલાઈના રોજ એક મહિલા રવિ વિનોદ સોલંકી નામના વ્યક્તિને 108 મારફતે ટ્રોમા સેન્ટર ખાતે આવી હતી. તપાસ કરતા વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે આવેલી મહિલા ગાયબ થઈ ગઈ હતી. તેની પાંચથી દસ મિનિટ બાદ બિલ્ડિંગ પરથી કોઈ નીચે કૂદ્યાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા બિલ્ડિંગ પરથી પડતુ મૂકનારી મહિલા યુવકને હૉસ્પિટલ લાવી તે જ હતી. તપાસ બાદ તેને પણ મૃત જાહેર કરવામાં આવી હતી.