Home /News /surat /

સુરતમાં વધુ એક વખત 'ગ્રીષ્મા વેકરિયા' જેવો હત્યાકાંડ થતાં થતાં રહી ગયો, મહિલા પર પતિનો જીવલેણ હુમલો

સુરતમાં વધુ એક વખત 'ગ્રીષ્મા વેકરિયા' જેવો હત્યાકાંડ થતાં થતાં રહી ગયો, મહિલા પર પતિનો જીવલેણ હુમલો

સુરતમાં મહિલા પર હુમલો

Surat woman attack: ફરિયાદી નયનાબેન ગતરોજ સાંજના સમયે આશરે સાડા છ વાગ્યાની આસપાસ ઉધના ત્રણ રસ્તા પાસે નવા રોડ પાસે ઊભા હતા. તે દરમિયાન તેન પતિ રાહુલ ત્યાં આવી પહોંચ્યો હતો.

સુરત: સુરત શહેરમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya) હત્યાકાંડ જેવી ઘટના બનતી રહી ગઈ છે. અહીં એક મહિલા પર જીવલેણ હુમલો (Woman attacked) થયો છે. આ હુમલો અન્ય કોઈ નહીં પરંતુ મહિલાના પતિ (Husband)એ જ કર્યો છે. બનાવ બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના ડીંડોલી વિસ્તાર (Dindoli Area) ખાતે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના ડીંડોલી ખાતે રહેતા નયનાબેન પ્રહલાદભાઈ સોલેએ (Naynaben Sole)એ તેના પતિ રાહુલ વિરુદ્ધ જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે ઉધના પોલીસે (Udhna police station) તપાસ શરૂ કરી છે.

ગ્રીષ્મા હત્યાકાંડે સમગ્ર દેશને ધ્રુજાવી દીધો


ઉલ્લેખનીય છે કે સુરતમાં ચાર મહિના પહેલા થયેલા ગ્રીષ્મા હત્યાકાંડના ઘરે પ્રત્યાઘાતો આખા દેશમાં પડ્યા હતા. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. ફેનિલે જાહેરમાં જ ગળા પર ચપ્પુ ફેરવી દઈએ ગ્રીષ્મી વેકરિયાની હત્યા કરી હતી. ફરી એક વખત આવી જ ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની છે. જોકે, આ કેસમાં મહિલાને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવતા તેણીનો જીવ બચી ગયો છે.

ધારદાર વસ્તુથી હુમલો


બનાવની વિગત જોઈએ તો ફરિયાદી નયનાબેન ગતરોજ સાંજના સમયે આશરે સાડા છ વાગ્યાની આસપાસ ઉધના ત્રણ રસ્તા પાસે નવા રોડ પાસે ઊભા હતા. તે દરમિયાન તેનો પતિ રાહુલ ત્યાં આવી પહોંચ્યો હતો. રાહુલે કોઈ ધારદાર વસ્તુથી વડે નયાનાના માથા, ડાબા કાન, જમણા જાંઘના ભાગે તેમજ ડાબા હાથનાં ખભાના ભાગે અને જમણા હાથમાં હથેળીમાં ઈજા પહોંચાડી હતી.

આ પણ વાંચો: અત્યાચાર: પતિએ કાન તોડી નાખ્યો, અન્ય લોકોએ બે આંગળી કાપી નાખી

આ પણ વાંચો: અરવલ્લીમાં ભયંકર ત્રિપલ અકસ્માત, ત્રણેય વાહનો બળીને ખાખ

પતિ-પત્ની અલગ રહેતા હતા


પતિના હુમલા બાદ નયનાબેન લોહીલુહાણ થઈ ગયા હતા અને ત્યાં જ ઢળી પડ્યા હતા.જે બાદમાં ફરિયાદીનો પતિ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હોવાથી બંને અલગ રહેતા હતા. જેમાં શંકાશીલ પતિએ પત્ની પર શંકા રાખીને જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ઇન્ડિયન પિનલ કોડની કલમ 324 અને જી.પી એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, સુરત

આગામી સમાચાર