Home /News /surat /

સુરત : પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને પાડોશીએ આચર્યું દુષ્કર્મ, થઇ ધરપકડ

સુરત : પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને પાડોશીએ આચર્યું દુષ્કર્મ, થઇ ધરપકડ

પ્રતિકાત્મક તસવીર (ન્યૂઝ 18 ક્રિએટીવ)

અમરોલી વિસ્તારમાં આવેલા રઘુવીર ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતી પાંચ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી.

સુરત : શહેરમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મની સતત ઘટના સામે આવી રહી છે.ત્યારે અમરોલી વિસ્તારની પાંચ વર્ષની બાળકી સાથે નજીકમાં જ રહેતા પરપ્રાંતીય નરાધમે ચોકલેટની લાલચ આપીને ફોસલાવી બદકામ કર્યું હતું. બાળકીએ માતાને વાત કરતાં આ આખો મામલો સામે આવ્યો હતો. પોલીસે ફરિયાદને આધારે આરોપી યુવાનની ધરપકડ કરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, નાની બાળાને ચોકલેટની લાલચ આપીને દુસ્કર્મની ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં આવેલા રઘુવીર ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતી પાંચ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી. ત્યારે નજીકમાં રહેતા પરપ્રાંતીય નરાધમ મનુ ચંદન તૈલીની નજર તેના પર પડી હતી. બદદાનત રાખી મનુ તૈલીએ બાળકીને ચોકલેટની લાલચ આપી અવાવવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અહીં બાળકીનાં કપડા કાઢી અડપલા કર્યા હતા. જે બાદ તેણે બાળકી સાથે બદકામ પણ કર્યું હતું. નરાધમે બાળકીને ધમકાવીને કહ્યું હતું કે, આ વાત તે કોઈને કરે નહિ.

આ પણ વાંચો : અમદાવાદ : અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, શકમંદ CCTVમાં કેદ

આ દુર્ઘટના બાદ બાળકી ગભરાઈ ગઈ હતી. તેણે ઘરે જઇને પરિવારને કંઇપણ કહ્યું ન હતું. પરંતુ તે ગુમસુમ રહેતી હતી. જેથી બાળકીની માતાએ તેની પૂછપરછ કરી હતી ત્યારે તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જે દરમિયાન આ નરાધમ બાળકીનાં ઘર પાસેથી જઇ રહ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, 'યે અંકલને ગલત કિયા થા.' જેથી બાળકીની માતાએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવી અને તે નરાધમ મનુ તૈલીને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. બાળકીની માતાએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે બાળકીની માતાની ફરિયાદનાં આધારે આરોપીની ધરપકડ કરી હતી. આ યુવક અને બાળકીના મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ : 
Published by:Kaushal Pancholi
First published:

Tags: Molest, ગુજરાત, સુરત

આગામી સમાચાર