Home /News /surat /સુરત: ફેસબુક પર 'નયના' બની યુગલને પરેશાન કરતો યુવક ઝડપાયો

સુરત: ફેસબુક પર 'નયના' બની યુગલને પરેશાન કરતો યુવક ઝડપાયો

યુવતીની બદનામી કરનાર ઝડપાયો (Shutterstock તસવીર)

Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને તેની ફેસબુક આઈડી પર છેલ્લા કેટલાક વખતથી નયના પ્રજાપતિ નામની યુવતીના મેસેજ આવતા હતા. નયના પ્રજાપતિ યુવતીને હેરાન કરતી હતી.

સુરત: સુરતમાં સોશિયલ મીડિયામાં યુવતીઓને હેરાન પરેશાન કરવા સાથે તેમની બદનામી કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ફેસબુક પર યુવતી અને તેના મંગેતરને બદનામ કરવાની પોસ્ટ મૂકી હતી. યુવક પરેશાન કરતો હોવાની ફરિયાદ મળતા સુરતની કતારગામ પોલીસ ગણતરીના કલાકોમાં જ આરોપી યુવકની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે. સુરતમાં યુવતીઓને સોશિયલ મીડિયા મારફતે સતત હેરાન પરેશાન અને બદનામ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. હવે વધુ એક ફરિયાદ આવતા સુરતના કતારગામ વિસ્તારમાં ચર્ચા જાગી હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને તેની ફેસબુક આઈડી પર છેલ્લા કેટલાક વખતથી નયના પ્રજાપતિ નામની યુવતીના મેસેજ આવતા હતા. નયના પ્રજાપતિ યુવતીને હેરાન કરતી હતી. યુવતીના મંગેતરને બદનામ કરવાના મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યા હતા. જેને લઈને આ યુવતી છેલ્લા લાંબા સમયથી પરેશાન હતી. મે મહિનાથી થઈ રહેલી હેરાનગતિ મામલે આ યુવતીએ સુરતના કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: અટલ ફૂટ ઓવરબ્રિજની ટિકિટ મામલે લોકોમાં નારાજગી

હકીકતમાં આરોપી યુવક યુવતીના નામે બોગસ એકાઉન્ટ બનાવને યુવતી અને તેના મંગેતરને પરેશાન કરતો હતો. આ મામલે ફરિયાદ બાદ પોલીસ તપાસમાં ફેસબુક આઈડી ખાંભા તાલુકાના તાતણીયા ગામના 33 વર્ષીય મુકેશનું હોવાનું સામે આવ્યું હતું. યુવતીની સગાઈ થઈ ગયા બાદ મુકેશ અદાવત રાખીને તેણીને પરેશાન કરતો હતો. પોલીસે આ મામલે મુકેશની ધરપકડ કરી છે. સાથે જ મુકેશ કોઈ અન્ય યુવતીઓને પણ હેરાન કરતો હતો કે નહીં તે વાતની પોલીસે તપાસ આદરી છે.
" isDesktop="true" id="1245234" >

બનાવ-2: સુરતમાં ફરી એકવાર લોહીયાળ જૂથ અથડામણ


સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં તલવાર અને ચપ્પુ સાથે બંને જૂથ સામસામે આવી ગયા હતા. બનાવને પગલે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન કેતન નામના ઈસમનું મોત થયું છે. કેતનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી દેવામાં આવ્યા બાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Facebook, Social media, પોલીસ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन