Home /News /surat /Surat: શું તમે ગલગોટાના ફુલની ચા પીધી છે? આવી રીતે ઘરે જ બનાવો, અનેક ફાયદા થશે!

Surat: શું તમે ગલગોટાના ફુલની ચા પીધી છે? આવી રીતે ઘરે જ બનાવો, અનેક ફાયદા થશે!

X
ગલગોટાના

ગલગોટાના ફૂલમાંથી પણ ચા બનાવી શકાય છે.

ચા પીવાથી ખીલની સમસ્યાથી છુટકારો મળશે જ સાથે જ ત્વચા બળી ગઈ હોય અથવા કોઈ ડાઘ પડ્યા હોય તો આ ચા ના સેવનથી ત્વચાના કોષો ઝડપથી સાજા થવા લાગશે.

    Mehali Tailor, Surat:  વાર-પ્રસંગે શોભામાં ફૂલ વધારો કરે છે. એવો કોઇ પ્રસંગ નહીં હોય જેમાં ફૂલોની જરૂર ન પડે, પરંતુ શું તમને ખબર છે સુગંધ ફેલાવતા ફૂલો મનુષ્યના સ્વાસ્થ્ય  માટે પણ એટલા જ ફાયદાકારક છે. શું તમે ક્યારે ગલગોટા ની ચા પીધી છે? જો ના પીધી હોય તો એકવાર ચોક્કસથી પીવાનું ચાલુ કરજો કારણ કે ગલગોટાની ચામાં ભરપૂર માત્રામાં ઔષધીઓ રહેલી છે. અત્યાર સુધી તમે ગલગોટાના ફૂલને હાર અને શરગાર માટે ઉપયોગ કર્યો હશે પરંતુ ફૂલ શરીરના સ્વાસ્થ્ય માટે પણ એટલું ઉપયોગી છે.


    ગલગોટાની ચા ખીલ અને દાંતની સમસ્યાથી આપશે છુટકારો


    ચા પીવાથી શરીરને અનેક ફાયદાઓ પણ થશે.ગોલગોટાની ચા ત્વચા માટે તો ફાયદાકારક છે પરંતુ તેની સાથે દાંતમાં દુખાવોની સમસ્યા અને દાંતના ઇન્ફેક્શનથી પણ છુટકારો આપશે. ચા પીવાથી ખીલની સમસ્યાથી છુટકારો મળશે સાથે ત્વચા બળી ગઈ હોય અથવા કોઈ ડાઘ પડ્યા હોય તો ચા ના સેવનથી ત્વચાના કોષો ઝડપથી સાજા થવા લાગશે. તો ચોક્કસપણે ગલગોટાના ફૂલની ચા સવારે પીવી જોઈએ.



    માત્ર બેથી ત્રણ મિનિટમાં બનાવો ચા


    ચા જેટલી ફાયદાકારક છે એટલી બનાવી પણ સહેલી છે. ચા બનાવવા માટે માત્ર બે થી ત્રણ મિનિટ જોઈશે સૌ પ્રથમ એક ગ્લાસ ગરમ પાણી કરી તેમાં બે ગલગોટાના ફૂલ નાખી તેને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી રાખો. ત્યારબાદ લીંબુના રસ અને સાકરને મિક્સ કરી સીરપ બનાવવું.



    હવે ગલગોટાના ગરમ પાણીને ગરણી વડે ગાળી લઈ તેમાં બે થી ત્રણ ચમચી સીરપ નાખી દેવો.સિરપ નાખતાની સાથે ગલગોટાના ચાનો કલર તરત બદલાઈ જશે અને આને ગરમ ગરમ પીવાની મજા આવશે. ઉપરાંત પાણીને ફ્રીઝમાં રહેવા દઈ તેને શરબત તરીકે પણ પી શકાય છે.



    શિયાળાની ઋતુમાં ગલગોટાની ચા બનાવી પી શકાય છે અને ઉનાળામાં બપોરના સમયે તેને ઠંડુ શરબત બનાવીને પણ પી શકાય છે. ત્યારે ઘરમાં ચોક્કસપણે એકવાર ચા બનાવી તેનો સ્વાદ માણવો જોઇએ.

    First published:

    Tags: Local 18, TEA, સુરત

    विज्ञापन
    विज्ञापन