Home /News /surat /Surat: પરિવારને પેટ-જીભની બીમારીથી દૂર રાખવો છે, તો ઘરે બનાવો આ દેશી કાવો!

Surat: પરિવારને પેટ-જીભની બીમારીથી દૂર રાખવો છે, તો ઘરે બનાવો આ દેશી કાવો!

X
આ

આ કાવામાં અનેક આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ થાય છે .શરદી,ઉધરસ,કફ,ગેસ, પીતવાયુ જેવા અનેક રોગો માટે કયો ફાયદાકારક ગણવામાં આવે છે. જે શરીર માટે ખૂબ ઉપયોગી બની રહે છે.

આ કાવામાં અનેક આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ થાય છે .શરદી,ઉધરસ,કફ,ગેસ, પીતવાયુ જેવા અનેક રોગો માટે કયો ફાયદાકારક ગણવામાં આવે છે. જે શરીર માટે ખૂબ ઉપયોગી બની રહે છે.

    Mehali Tailor, Surat,શિયાળાની ગુલાબી ઠંડી ની હાલ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક કાવો પીવાનું વધુ પસંદ કરે છે. જેમાં બાળકો વૃદ્ધો અને યુવાનો શિયાળાની ગુલાબી ઠંડીમાં આયુર્વેદિક પીવે છે. કાવો શિયાળાની ગુલાબી ઠંડી સિવાય કોરોના સમયમાં એક અકસીર દવા તરીકે પ્રચલિત થયો હતો.શરદી,ઉધરસ,કફ,ગેસ, પીતવાયુ જેવા અનેક રોગો માટે કયો ફાયદાકારક ગણવામાં આવે છે. કાવામાં અનેક આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ થાય છે જે શરીર માટે ખૂબ ઉપયોગી બની રહે છે.


    ઘરે 2 મિનિટમાં બનાવો દેશી કાવો


    કાવો બનાવવા માટે આપણે સુરતના ગૃહિણી હીનાબેન તેની રીત જણાવી હતી. દેશી કાવો બનાવવા માટે સિંધવ,તુલસી,કાળું મીઠું,લીંબુ,લીલી ચા,આદુ,તજ,લવિંગ અને કાળા મળી લેવા. એક ગ્લાસ ગરમ પાણી કરી તેમાં દરેક સામગ્રી નાખવી. અને તેને બે થી ત્રણ મિનિટ ઢાંકીને રાખો. ત્યારબાદ તેને ગર્નીથી એક ગ્લાસમાં લઈ લેવું. અને તેમાં લીંબુ નાખી ગરમ ગરમ પીવું. કાવો ઠંડીમાં પીવાની તો મજા આવશે પરંતુ શરદી અને ઉધરસ થી પણ દૂર રાખશે. 




    ઉલ્લેખનીય છે કે આજના મહામારીના યુગમાં લોકો ઝડપથી બીમાર પડી રહ્યાં છે. જો કે કેટલાક ઘરગથ્થુ ઉપચારની મદદથી નાની-મોટી બીમારીથી બચી શકાય છે. આયુર્વેદમાં પણ કેટલીક એવી જડબુટી વિશે વાત કરવામાં આવેલી છે જે આપણા રસોડામાં હાજર જ હોય છે. જેમ કે હળદર, આદુ, વગેરે..બસ તેનો યોગ્ય ઉપયોગ કરીને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી શકાય છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, સુરત

    विज्ञापन
    विज्ञापन