Home /News /surat /Surat: ઘરે આવી રીતે બનાવો આમળાની કેન્ડી, બાળકોની ફેવરિટ બની જશે આ કેન્ડી!

Surat: ઘરે આવી રીતે બનાવો આમળાની કેન્ડી, બાળકોની ફેવરિટ બની જશે આ કેન્ડી!

X
ઔષધિથી

ઔષધિથી ભરપૂર આમળાની કેન્ડી બાળકોને ખુબ જ પસંદ આવશે

શિયાળામાં મળતા આમળા આ સિઝનનો સૌથી હેલ્ધી ફ્રુટ માનવામાં આવે છે .તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન સી, કેલ્શિયમ, આર્યન મિનરલ્સ અને વિટામીન હોય છે.

    Mehali Tailor, Surat: ડિસેમ્બર મહિનો શરૂ થતા શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને શિયાળોએ હલ્દી ખાવાનું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે બેસ્ટ માનવામાં આવે છે. શિયાળામાં જાતજાતના વાસણાઓ પણ બનાવવામાં આવે છે જેને ખાવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય માટે સારું જાય એમ માનવામાં આવે છે. એમાંય શિયાળામાં મળતા આમળા સિઝનનો સૌથી હેલ્ધી ફ્રુટ માનવામાં આવે છે .તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન સી, કેલ્શિયમ, આર્યન મિનરલ્સ અને વિટામીન હોય છે.


    સમયથી પહેલા વૃદ્ધાવસ્થા ના લક્ષણો રોકવા માટે આપણા ઘણા મદદરૂપ છે. પરંતુ કેટલાક લોકોને અને બાળકોને આમળા એમ ખાવા ગમતા નથી તો ત્યારે આમળાની અલગ અલગ રેસીપી બનાવી આપણે તેને આખું વર્ષ સ્ટોર કરી અને બાળકોને પણ ભાવે રીતે બનાવીને તેના સ્વાદનો પણ આનંદ માણી શકે છે.



    આમળાની ખાટી મીઠી કેન્ડી બાળકો પણ ઘણી મજા આવશે


    આમળાને સ્વાદિષ્ટ રીતે અને બાળકોને ભાવે રીતે બનાવવા માટે સુરતના હીનાબેન પટેલે આમળાને ખાટી મીઠી ની રેસીપી જણાવી હતી. આમળાની ખાટી મીઠી કેન્ડી બાળકો પણ ઘણી મજાથી ખાઈ શકે અને આપણે પણ તેને આખું વર્ષ સાચવી શકીએ છે. તો આવો જાણીએ હમણાં કેન્ડી ની રેસીપી.




    ઔષધિથી ભરપૂર આમળાની કેન્ડી બાળકોને ખુબ જ પસંદ આવશે

    આમળાની ગોળીઓ આખું વર્ષ સાચવી શકાશે


    આમળા કેન્ડી બનવા માટે આમળા ,ગોળ, સિંધવ મીઠું ,સંચળ ,આમચૂર, અજમો,હિંગ અને કાળા મળીને જરૂર પડશે.સૌપ્રથમ આપણે બજારમાં મળતા તાજા અને ભરાવદાર આમળાને સરખી રીતે ધોઈ અને લૂછી લઈશું. ત્યારબાદ આમળાને વરાળ બાફવા માટે કુકરમાં મૂકી તેને બાફી લેવા. આમળાની કડીઓ જ્યાં સુધી અલગ થાય ત્યાં સુધી તેને બાફવા મૂકીશું. હમણાં બફાઈ ગયા બાદ તેને ડીશમાં કાઢી તેની કરીઓ અલગ કરી દઈ તેના બીજ કાઢી લેવા પછી આમળાને મિક્સરમાં લઈ પીસી લેવું. પછી તેને નોનસ્ટિક પેનમાં અથવા સ્ટીલની કડાઈમાં આમળાની પેસ્ટ કાઢી લેવી અને તેને મીડીયમ આંચ પર શેકાવા દેવું. આમળા શેકાય ત્યાં સુધી આપણે ઉપર જણાવેલા દરેક મસાલા ને મિક્સરમાં ભેગા કરી લઈશું. અને ત્યારબાદ શેકાઈ રહેલા આમળામાં ગોળ અને મસાલા નાખી ફરી તેને શેકાવા દેવું.



    આમળા અને ગોળ પૂરેપૂરા મિક્સ થાય ત્યાં સુધી તેને શેકવું. મિશ્રણ જ્યાં સુધી ગોળ હોય ત્યાં સુધી તેને શેકવા દેવું. એટલે કે લાડવા પડતું મિશ્રણ પડે ત્યાં સુધી તેને શેકો. મિશ્રણ શેકાઈ ગયા બાદ તેને દળેલી ખાંડ કે સાંકળ થી રગદોળી તેની નાની-નાનીઓ ગોળીઓ બનાવવી. આમ આમળા કેન્ડી સ્વાસ્થ્યની સાથે ઘણી સ્વાદિષ્ટ પણ બનશે.

    First published:

    Tags: Local 18, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन