Home /News /surat /

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: શિવસેનાના એકનાથ શિંદે સહિત 10થી વધુ નારાજ ધારાસભ્યો સુરત પહોંચ્યા

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: શિવસેનાના એકનાથ શિંદે સહિત 10થી વધુ નારાજ ધારાસભ્યો સુરત પહોંચ્યા

એકનાથ શિંદે

Maharashtra Politics: શિવસેનાના મંત્રી અને મોટા નેતા એકનાથ શિંદે બીજેપી (BJP)ના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એકનાથ શિંદે ઘણા લાંબા સમયથી શિવસેનાથી નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

    સુરત: મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Politics)માં ભૂકંપના સમાચાર પ્રાપ્ત થયા છે. એવી માહિતી મળી છે કે શિવસેનાના 10થી વધારે ધારાસભ્યો હાલ ગુજરાતમાં (Shiv Sena MLAs in Surat) પહોંચ્યા છે. તમામ લોકોને સુરતની એક જાણીતી હોટલમાં રાખવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે શિવસેનાના મંત્રી અને મોટા નેતા એકનાથ શિંદે (Eknath Shinde) સહિત 11 ધારાસભ્યો સુરત આવ્યા છે અને હોટલમાં રોકાયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે એકનાથ શિંદે બીજેપી (BJP)ના સંપર્કમાં છે. એકનાથ શિંદે ઘણા લાંબા સમયથી શિવસેનાથી નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

    હોટલમાં જવાની મંજૂરી નહીં


    શિવસેનાના 11 જેટલા ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં કોઈને પણ જવા દેવાની મંજૂરી નથી. તમામ ધારાસભ્યો મોડી રાત્રે જ અહીં પહોંચ્યા હોવાના અહેવાલ છે. તમામ ધારાસભ્યો ડુમસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં બંધ છે. પોલીસ હાલ કોઈ પણ વ્યક્તિને બેરિકેડથી અંદર જવા દેતી નથી. એવી ચર્ચા છે કે મોડી રાતથી અહીં બેઠકનો દોર ચાલી રહ્યો છે. તમામ ધારસભ્યો ગુજરાતના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


    વિધાન પરિષદના પરિણામ બાદ રાજકીય ભૂકંપ


    મહારાષ્ટ્રની 10 બેઠક પર વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં બીજેપીના તમામ ઉમેદવારોની જીત થઈ છે. એનસીપી અને શિવસેનાના બે-બે ઉમેદવારની જીત થઈ છે. એક બેઠક પર કૉંગ્રેસની જીત થઈ છે. મહારાષ્ટ્રની 10 બેઠક પર 11 ઉમેદવાર મેદાનમાં હતા. એમએલસીની બેઠકમાં ભાજપના પાંચ ઉમેદવાર પ્રસાદ બાલક, શ્રીકાંત ભારતીય, પ્રવીણ દરેકર, ઉમા ખાપરે, રામ શિંદે સામેલ છે.


    કોણ છે એકનાથ શિંદે?


    એકનાથ શિંદે શિવસેનાના મોટા નેતા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમની સારી પકડ છે. તેઓ સારા રણનીતિકાર છે. તેમને વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી માનવામાં આવે છે. જોકે, છેલ્લા થોડા દિવસોથી તેઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એમએલસીની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાત્રે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પણ એકનાથ શિંદે હાજર ન રહ્યો હોવાનું કહેવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Maharashtra, Shiv sena, Uddhav thackeray, મુંબઇ

    આગામી સમાચાર