સુરતના યુવક સાથે લગ્ન કરનારી લૂંટેરી દુલ્હન લગ્નના પાંચમા દિવસે ફરાર થઈ ગઈ છે. સુરત પોલીસે તપાસ શરુ કરી દીધી છે.
Looteri Dulhan Surat: સુરતના 37 વર્ષના યુવક સાથે લગ્ન કરનારી લૂંટેરી દુલ્હન ચૂનો ચોપડીને લગ્નના પાંચમા દિવસે ફરાર થઈ ગઈ છે. યુવકને નાસિકના બસ સ્ટેન્ડ પર કપડા બદલીને આવું કહેનારી યુવતી ફરાર થઈ ગઈ. પોલીસે ચાર સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
સુરત શહેરમાં કતારગામમાં રહેતા અને ગેરેજ ચલાવતા 37 વર્ષના યુવકને લૂંટેરી દુલ્હન ચૂનો ચોપડીને ફરાર થઈ ગઈ છે. લગ્નના 5 દિવસ થયા હતા અને લૂંટેરી દુલ્હન માતાની તબિયત સારી નથી તેમ કહીને નાસિક લઈ ગઈ હતી અને અહીં બસ સ્ટેન્ડ પર જ યુવકને ઉભો રાખીને ફરાર થઈ ગઈ છે. લૂંટેરી દુલ્હન પોતાની સાથે દાગીના સહિતની વસ્તુઓ લઈને ફરાર થઈ ગઈ છે. ચોકબજાહર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચાર સામે ફરિયાદ નોંધીને કેસની તપાસ શરુ કરી છે.
કેસની વિગતો એવી છે કે 37 વર્ષના મહેશભાઈ વિઠ્ઠલભાઈ તરસરીયા કતારગામના ચીકુવાડી શાંતિનગર સોસાયટીના ગેટ પાસે બજરંગ ઓટો ગેરેજ એન્ડ વાયરીંગના નામે ગેરેજ ચલાવે છે. તેમણે પોતાના લગ્ન વિશે મિત્ર વર્તૃળમાં વાત કરી હતી. જેના વિશે હર્ષદ સરવૈયાનો સંપર્ક થતા તેમણે મોમીન ભાભાભાઈ ગાહાનો નંબર આપ્યો હતો. પોતાના લગ્ન વિશે મોમીનને વાત કરતા મહેશભાઈને યુવતીના ફોટો બતાવવામાં આવ્યા હતા.
આ પછી વચેટિયાની ભૂમિકામાં રહેલા મોમીનના જણાવ્યા પ્રમાણે મહેશે તેમને 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. લગ્નની વાત આગળ વધતા હર્ષદ અને મોમીન મહેશભાઈ કે જેઓ બહેન સાથે રહેતા હતા તેમની સાથે વધુ વાતચીત કરવામાં આવી હતી, જેમાં યુવતી મહારાષ્ટ્રની હોવાનું જણાવવામાં આવ્યું હતું.
જો લગ્નની વાત આગળ વધશે તો 15 રૂપિયા આપવાની વાત સાથે મહેશભાઈની એક દિવસ અમદાવાદમાં કવિતા નામની યુવતી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. બન્ને વચ્ચે લગ્ન અંગેનો નિર્ણય લેવાતા 12 એપ્રિલ 2022માં તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. પરિવારે બધું પાકું થયું તે પહેલા યુવતીને મહેશભાઈના પરિવારે 46 હજાર રૂપિયાના કપડા, મોમીનને ભાડાના 10 હજાર રૂપિયા અને દલાલીના 8500 રૂપિયા તથા લગ્ન ખર્ચના 1.05 લાખ આપ્યા હતા.
" isDesktop="true" id="1313735" >
લગ્ન થયા પછી 17મીએ કવિતાએ માતાની તબિયત ખરાબ હોવાનું કહીને તેની ખબર પૂછવા અને ત્યાં રહેલા પોતાના જરુરી કાગળિયા પરત લાવવાની વાત કરી હતી. આમ મહેશભાઈ આગળ લૂંટેરી દુલ્હનનો શું પ્લાન છે તેનાથી એકદમ અજાણ હતા અને તેઓ બસમાં નાસિક જવા માટે રવાના થયા હતા. નાસિક પહોંચ્યા બાદ કવિતા પોતાના મિત્રના રૂમ પર કપડા બદલીને આવવાની વાત મહેશભાઈને કરી હતી.
જોકે, કવિતા કપડા બદલવા માટે ગયા પછી પરત આવી નહોતી અને તેનો કોઈ પત્તો ના લગતા મહેશભાઈએ આ અંગે મોમીનને વાત કરી તો તેણે જણાવ્યું કે તમે સુરત પરત આવી જાવ હું કવિતાને ત્રણ-ચાર દિવસમાં સુરત બોલાવી લઈશ, જોકે, કવિતા મહિનાઓ સુધી પરત ના આવતા આખરે મહેશભાઈએ પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
મહેશભાઈએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં કુલ 1,80,500 રૂપિયાની છેતરપિંડી અંગે લૂંટેરી દુલ્હન કવિતા સહિત મોમીન ગાહા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.