Mehali Tailor, Surat: તમે અત્યાર સુધી ઘણા બધા સુંદર અને મનમોહક રંગબેરંગી ચિત્રો જોયા હશે, ચિત્ર કે પેઇન્ટિંગમાં કલાકારે પૂરેલા રંગોની કમાલ તમે જોઇ હશે, પરંતુ સુરતની એક મહિલા જેમણે પોતાની પેઇન્ટિંગ માં કંઈક અલગ કરવા માટે રંગબેરંગબી નહીં પરંતુ બ્લેક એન્ડ વાઈટ ચિત્રનું કલેક્શન કરી સુંદર પેઇન્ટિંગ બનાવ્યા. આ બ્લેક એન્ડ વાઈટ પેઇન્ટિંગને ચારકોલ પેઇન્ટિંગ કહેવામાં આવે છે. ચારકોલ એટલે કે કોલસો અને આ દરેક પેઇન્ટિંગ કોલસામાંથી બનાવવામાં આવ્યા છે. તો કેવા છે આ પેઇન્ટિંગ આવો એક નજર કરીએ.
રંગબેરંગી ચિત્રોને ચારકોલને ઉપયોગ કરીને બ્લેક એન્ડ વાઈટ બનાવ્યા
જે ચિત્રો આપણે રંગબેરંગી જોયા હોય તે ચિત્ર આપણે બ્લેક એન્ડ વાઈટ કલ્પના પણ ન કરી શકીએ ત્યારે સુરતની આ મહિલાએ પોતાના ચિત્રકલાના ક્લાસમાં શીખવા આવતા લોકો સાથે કલર વાળી રંગબેરંગની પેઇન્ટિંગને ચારકોલ દ્વારા બ્લેક એન્ડ વાઈટ પેઇન્ટિંગ બનાવી હતી જે ઘણી જ મનમોહન હતી. શરૂઆતમાં આ મહિલાઓ ચારકોલ પેઇન્ટિંગ કોલસા વડે જ કરતા હતા પરંતુ ધીરે ધીરે હવે આ ચારકોલ પેઇન્ટિંગ માટે અલગ અલગ શેડ્સની અને ગ્રીપની પેન્સિલો દ્વારા પેઇન્ટિંગ કરવામાં આવે છે.
અત્યાર સુધી આ મહિલાએ ઘણી બધી આવી ચારકોલ પેઇન્ટિંગ બનાવી હતી. ત્યારે આ વખતે તેણે પોતાની પેઇન્ટિંગ માં ચારકોલ પેઇન્ટિંગ સાથે સિલ્વર અને ગોલ્ડન કલર નું કોમ્બિનેશન કર્યું હતું.
ચારકોલ પેન્ટિંગમાં સિલ્વર અને ગોલ્ડન ફોઈલનો ઉપયોગ કરી પેન્ટિંગ બનાવ્યા
આ માટે તેમણે સિલ્વર ફોઈ અને ગોલ્ડન ફોઈલ નો ઉપયોગ કરી પેઇન્ટિંગ માં તેને ચરિતાર્થ કર્યા હતા અને આ સિલ્વર અને ગોલ્ડન આ ચારકોલ પેઇન્ટિંગ માં એક અલગ જ છબી ઉભી કરતો દ્રશ્ય જોવા મળ્યું હતું. આ ચારકોલ પેઇન્ટિંગ બનાવતા. સામાન્ય રીતે 10 થી 12 દિવસ જાય છે પરંતુ આ સમય પેઇન્ટિંગ ની સાઈઝ અને પેઇન્ટિંગ કરવાની રીત પર નિર્ભર કરે છે.
કલરિંગ પેઇન્ટિંગ ની એક પોતાની છાપ હોય છે અને આ બ્લેક એન્ડ વાઈટ પેઇન્ટિંગ ની પણ એક અલગ ખૂબી હોય છે. આ ચારકોલ પેઇન્ટિંગ માં ચારકોલ પેન્સિલની સાથે ચારકોલ પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને હવે લોકોમાં ધીરે ધીરે આ ચારકોલ પેઇન્ટિંગ બનાવવાનો અને ખરીદવાનો ક્રેઝ વધુ જોવા મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર