Home /News /surat /Surat Protest: સુરતના વરાછામાં રેસિડેન્સિયલ એરિયામાં કોમર્શિયલ બાંધકામ થતાં સ્થાનિકોનો હોબાળો, પાલિકાએ જઈ ધરણાં કર્યા

Surat Protest: સુરતના વરાછામાં રેસિડેન્સિયલ એરિયામાં કોમર્શિયલ બાંધકામ થતાં સ્થાનિકોનો હોબાળો, પાલિકાએ જઈ ધરણાં કર્યા

મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

Surat News: વરાછા વિસ્તારમાં આવેલા રેશમ ભવન એપાર્ટમેન્ટની સામે કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. મહાનગરપાલિકા પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર અને બેનરો સાથે સ્થાનિકો ધરણાં પર બેઠાં હતા.

વધુ જુઓ ...
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં આવેલા રેશમ ભવન એપાર્ટમેન્ટની સામે કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. મહાનગરપાલિકા પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર અને બેનરો સાથે સ્થાનિકો ધરણાં પર બેઠાં હતા. ત્યારબાદ પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી બાંધકામ અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

પાલિકાને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી


સુરતમાં અનેક વખત રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ થતા હોવાની ઘટના સામે આવે છે. ઘણીવાર સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ થાય છે જેને પગલે દુકાનોમાં અનેક લોકોની અવારજવર થાય છે અને સ્થાનિકોને સ્વતંત્રતા ખોવાઈ તેવી રાવ ઉઠે છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા રેશમ ભવન એપાર્ટમેન્ટના સામે આવી ઘટના બની છે. રેશમ ભવન એપાર્ટમેન્ટ ખૂબ મોટો છે અને તેમાં અનેક લોકો વસવાટ કરે છે. આ સાથે આજુબાજુમાં 10 જેટલી સોસાયટી પણ આવેલી છે. જો કે, રેશમ ભવનની સામે આવેલા ખુલ્લા મેદાનમાં એક બિલ્ડર દ્વારા કોમર્શિયલ બાંધકામ થતું હોવાની સ્થાનિકોને જાણ થતાં અનેક વખત પાલિકાને રજૂઆત કરી હતી.


ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી


સુરત પાલિકાના અધિકારીઓ બાંધકામને લઈ આંખ આડા કાન કરી રહ્યા હતા. જેથી કોઈ વાતનું નિરાકરણ આવતું નહોતું. જેને પગલે આજે મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષો સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ધરણાં કર્યા હતા. આ સાથે જ પાલિકા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. જો  રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી. જો કે, તંત્ર તે બાબતે ધ્યાન નહીં આપે તો આગામી દિવસમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat Municipal corporation, Surat municipality, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો