સુરતઃ શહેરના ઓલપાડ વિસ્તારમાં રહેતા એક યુવકનો અકસ્માત થયો હતો અને ત્યારબાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. થોડા દિવસની સારવાર બાદ તેમને ડોક્ટરે બેનડેડ જાહેર કર્યા હતા. ત્યારે પરિવારે તેમના અંગ દાન કરવાનો નિર્ણય લીધો છે.
સારવાર દરમિયાન ડોક્ટરે બ્રેનડેડ જાહેર કર્યા
મળતી માહિતી પ્રમાણે, મૃતકનું નામ મનોજ મહંતો છે અને તેઓ બિહારના ગોપાલગંજના રહેવાસી હતા. તેઓ સુરતમાં બાલાજી કંપનીમાં નોકરી હતા. કંપનીની બહાર ચા પીવા ગયા હતા ત્યારે બાઇકે અડફેટે લેતા તેઓ પડી ગયા હતા અને તેમને માથા સહિત પગના ભાગે ઇજા થઈ હતી. ત્યારે સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન ડોક્ટરે તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા. ત્યારે મૃતકના પત્ની અને સાળાએ અંગદાન કરવાની તૈયારી જણાવી હતી.
અંગો ગ્રીન કોરિડોરથી અમદાવાદ પહોંચાડ્યા
ત્યારબાદ મૃતકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં મૃતકની બે કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગો તાત્કાલિક ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતકના પાર્થિવદેહને માદરે વતન બિહાર પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.