સુરતઃ સુરતમાં (surat news) મોબાઈલ સ્નેચર (mobile snatcher) કરતા યુવકને લોકોએ રંગેહાથ ઝડપી પાડયો હતો. અને તેને તાલીબાની સજા (taliban punishment) આપી હતી. લોકોએ યુવકને જાહેરમાં જ માર મારીને તેના (boy beats) વાળ થાંભાલા સાથે બાંધી દેવાની સાથે મૂંડન કર્યું હતું. અને બાદમાં પોલીસ હવાલે (police complaint) કર્યો હતો.
સુરતમાં મોટરસાયકલ ઉપર લૂંટ અને ચેન સ્નેચિંગ કરતા યુવાનો રાફડો ફાટયો છે. એ સૂરતનો એવો કોઈ વિસ્તાર ના હોય કે જ્યાં આગળ ચીલ ઝડપ, ચેન સ્નેચિંગ, વાહનચાલકે રાહદારીને રોકીને લૂંટી લેવામાં ન આવ્યા હોય. રાયકા સર્કલ પાસે મોબાઈલ લઈને ભાગવાનો પ્રયાસ કરતા ઇસમને ઝડપી પાડીને લોકોએ એકત્રિત થઇને ઢોર માર માર્યો હતો. રાયકા સર્કલ પાસે સરકાર પાસે મોબાઇલ નથી કરતા ઇસમને લોકોએ ઝડપી પાડયો હતો. અને તાલીબાની સજા આપી હતી.
લોકોએ ચોરને જાહેરમાં જ માર મારીને પોલીસને હવાલે કરતા અગાઉ થાંભલા સાથે બાંધી દેવાયો હતો. લૂંટનો પ્રયાસ કરનાર યુવકને માર મારીને અધમૂવો કરી નાંખ્યો હતો. એટલું જ નહીં ત તેનું મુંડન પણ કરી નાખ્યું હતું. લોકોના મોંઘા મોબાઈલને લઈને ભાગવાનો પ્રયાસ કરનાર ઇસમોને સબક શિખવાડવામાં આવ્યો હતો. પોલીસ આવે તે પહેલાં જ લોકોએ તેને માર મારીને ચોરી અંગેની કબૂલાત કરી હતી. યુવકના માથાના ભાગેથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયો હતો.
લોકોએ તેને ક્યાં રહેતો હોવાનું પૂછતા તેણે પોતે પટનાનો હોવાની કબુલાત કરી હતી અને સુરતમાં આશાપુરાનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. અન્ય એક ઈસમ પણ તેની સાથે હોવાનું તેણે કબૂલ્યું હતું પરંતુ તે ઘટના સ્થળેથી નાસી જવામાં સફળ થયો હતો. યુવકને લોકોએ ચાર રસ્તા ઉપર જ થાંભલા સાથે બાંધી દીધો હતો અને ત્યાર બાદ પોલીસને ફોન કરી સમગ્ર બાબત અંગે માહિતી આપી હતી.
સુરતમાં મોબાઈલ લૂંટની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને મોટર સાઇકલ પર પસાર થતા યુવાનો અન્ય રાહદારીને કે વાહન ચાલકને ચપ્પુ બતાવીને રોકી લેતા હોય છે અને તેમને હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લેતાં હોય છે. રંગે હાથે ઝડપાતાની સાથે જ લોકોએ તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.
જોકે ઈસમને માર મારીને લોકોએ કાયદો હાથમાં લીધો હતો. સમગ્ર શહેરમાં એક આખી ગેંગ સક્રિય છે જે મોટરસાયકલ ઉપર આવે છે અને જ્યાં પણ એકલતાનો લાભ મળે છે તેવા જગ્યા ઉપર ચડવું જેવા તિક્ષ્ણ હથીયારો બતાવીને લૂંટ ચલાવીને ફરાર થઈ જતા હોય છે. મોટાભાગના આવા તત્વો પોલીસના હાથે પણ લાગતા નથી અને તેના કારણે સતત વિસ્તારોની અંદર ભયનો માહોલ જોવા મળતો હોય છે.