Home /News /surat /LIVE CCTV VIDEO: સુરતમાં બારીમાંથી કચરાનું પોટલું નાંખવા જતાં વૃદ્ધને મળ્યું મોત

LIVE CCTV VIDEO: સુરતમાં બારીમાંથી કચરાનું પોટલું નાંખવા જતાં વૃદ્ધને મળ્યું મોત

સુરતના બમરોલી વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં હાલ શોકનું મોજુ ફરી વળ્યું છે.

Surat Accident Video: મનોજ ભાઈ ફેક્ટરીમાંથી જોબવર્ક માટે પોટલા લઈ જતા હોય છે. જેમાં સાડી અને ડ્રેસ મટીરીયલ હોય છે. સામાન્ય રીતે આ કામ કરતા તમામ લોકો જોબવર્કનાં પોટલા બારીમાંથી જ નીચે ફેંકતા હોય છે.

સુરતના ભમરોલી વિસ્તારમાં બારીમાંથી પોટલા નીચે ફેંકતી વખતે એક વૃદ્ધ એ  પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. જેને લઈને બીજા માળેથી નીચે પડી ગયા હતા. આ ઘટનામાં તે વૃદ્ધનું મોત થયું છે. જોકે સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના બમરોલી વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં હાલ શોકનું મોજુ ફરી વળ્યું છે. આ આશ્ચર્યજનક ઘટનાને લઈને લોકો પણ એક સમય માટે વિચારમાં પડી ગયા હતા. સુરતના ઉંધના વિસ્તારમાં આવેલા બમરોલી રોડ પરની પંચશીલ નગર સોસાયટીમાં મનોજ શુક્લા પોતાના પરિવાર સામે રહે છે. તેઓ મૂળ યુપીના રહેવાસી છે અને ઘણા વર્ષોથી સુરત શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે.

મનોજ ભાઈ ફેક્ટરીમાંથી જોબવર્ક માટે પોટલા લઈ જતા હોય છે. જેમાં સાડી અને ડ્રેસ મટીરીયલ હોય છે. સામાન્ય રીતે આ કામ કરતા તમામ લોકો જોબવર્કનાં પોટલા બારીમાંથી જ નીચે ફેંકતા હોય છે. જેથી વારંવાર પોટલા લઈને નીચે ન આવવું પડે. પરંતુ આ કામ કરતા કરતા મનોજભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મનોજ ભાઈ ફેક્ટરીમાં ત્રીજા માળે બારીમાંથી પોટલા નીચે ફેંકી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ સંતુલન ગુમાવતા બારીમાંથી સીધા નીચે પટકાયા હતા. મનોજ ભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



જો કે માથામાં ગંભીર ઈજા પહોંચતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મનોજ ભાઈ પોટલાં ફેંકી રહ્યા હતા તે દરમિયાન આસપાસ મહિલાઓ કચરો લેતી હતી. તેઓને દુર ઉભા રહેવા પણ જણાવ્યું હતું. જેથી તેઓની વાત માનીને મહિલા થોડા સમય માટે દૂર ઊભી રહી હતી. ત્યારબાદ તેઓએ પોટલા ફેંકવાનું શરુ કર્યું. એ દરમિયાન બારીમાંથી તેઓનું શરીર વધુ પડતું બહાર આવી ગયું અને બેલેન્સ ખોરવાતા સીધા નીચે પટકાયા હતા.

આ પણ વાંચો: આ છે વિશ્વનો સૌથી વૃદ્ધ કાચબો

જોકે મનોજભાઈ એ પોતાના વિસ્તારમાં ભાજપ આગેવાન હોવાની સાથે જે પ્રકારની ઘટના બની છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેક થઈ જવા પામી હતી. તેમના મોતને લઈને ભાજપના સમગ્ર વિસ્તારના કાર્યકરો સાથે તે વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓમાં શોખનું મોડું પડી રહેલું છે. જો કે આ મામલે હવે પોલીસે સીસીટીવીના આધારે ગુણ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Accident CCTV, CCTV Footage Viral, Surat Accident Video

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन