Surat Crime: રાજસ્થાનથી ખાનગી બસમાં દારૂ આવ્યો અને PSI એ 5 લાખમાં સોદો કર્યો, LCB એ રંગેહાથ દબોચી લીધો
Surat Crime: રાજસ્થાનથી ખાનગી બસમાં દારૂ આવ્યો અને PSI એ 5 લાખમાં સોદો કર્યો, LCB એ રંગેહાથ દબોચી લીધો
પોલીસની મહામહેનત પર પાણી ફેરવી દેવાનું કામ PSI જયદીપસિંહ રાજપૂતએ કર્યું.
પૈસાની ભૂખને પગલે આજે પોલીસ કર્મીને નીચુ જોવાનો વારો આવ્યો છે. સાથે સમગ્ર તંત્ર પર કટાક્ષ થઈ રહ્યો છે કે કેવી રીતે ગુજરાતમાં દારૂ પ્રવેશે છે તેની પણ પોલ ખુલી ગઈ છે.
સુરત: બોટાદ કેમિકલ કાંડ (Botad Chemical Scandal) બાદ ગુજરાત (Gujarat)માં ઘુસાડવામાં આવતા દારૂ પર ગુજરાત પોલીસ (Gujarat Police)ની બાઝ નજર રાખી રહી છે. બુટલેગરો (bootleggers)ના ઘણા રસ્તા બંધ થઈ જતા દરરોજ નવા નવા રસ્તાઓ શોધતા થઈ ગયા છે. સુરત (Surat)ના પુણા વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પર પોલીસે રાજસ્થાન (Rajasthan)ની એક બસને અટકાવી હતી. LCBને બાતમી હતી કે લાખોનો દારૂ બસની મારફતે લઈને આવવામાં આવે છે. પોલીસે સમગ્ર બસને ફેંદી કાઢી પરંતુ દારૂ તો શું દારૂનું એક ટીંપુ પણ ન મળ્યું. ત્યારે પોલીસ પણ વિચારમાં પડી ગઇ હતી કે શું ખોટી બાતમી મળી ગઈ છે કે શું?
આ દરમિયાન પોલીસને બસની ઉપસેલી છત પર શંકા ગઈ હતી. LCB પાસે અંતિમ તક હતી કારણ કે બસ તો સંપૂર્ણ પણે પહેલા જ ચકાસી ચૂક્યા હતા. છતની તપાસ કરતા જ એક ચોર ખાનું મળી આવ્યું હતું, જેમાં અંગ્રેજી દારૂની 100 પેટી છુપાવવામાં આવી હતી. 4 લાખ 82 હજારનો દારૂ ખુલ્લેઆમ બસમાં લઈ જવામાં આવી રહ્યો હતો. કુલ 15 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યો છે.
ખાનગી બસમાંથી પોલીસે મહા મહેનતે દારૂ ઝડપી તો પાડ્યો પરંતુ તે બાદ માલિકનું નામ જાહેર નહીં કરવા લક્ઝરી માલિકે લાંચની લાંચ આપવાની કોશિશ કરી હતી. જેમાં પોલીસની મહામહેનત પર પાણી ફેરવી દેવાનું કામ PSI જયદીપસિંહ રાજપૂતએ કર્યું હતું અને 5 લાખની લાંચની માંગણી કરી આખરે ત્રણ લાખમાં સોદો પાક્કો કરવામાં આવ્યો હતો. જેમાંથી 1.70 લાખની લાંચ તો PSIએ પચાઈ પણ પાડી હતી. પરંતુ સમગ્ર હિલચાલ પર ACBની કડક વોચ હતી. બાકીના પૈસા લેવા PSI ગયો ત્યાં તો ACBએ PSI અને અન્ય એકને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ મામલે રાજ્યસ્થાનથી દારૂ ભરાવનાર નિર્ભય સિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપી અને દારૂ સહિત બસ મળી કુલ 15 લાખથી વધુની મત્તાનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ પૈસાની ભૂખને પગલે આજે પોલીસ કર્મીને નીચુ જોવાનો વારો આવ્યો છે. સાથે સમગ્ર તંત્ર પર કટાક્ષ થઈ રહ્યો છે કે કેવી રીતે ગુજરાતમાં દારૂ પ્રવેશે છે તેની પણ પોલ ખુલી ગઈ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર