સુરત : સુરત શહેરમાં (Surat Gujarat) આજથી ત્રણ દિવસ પહેલાં સુરતના લિંબાયત વિસ્તારમાં (Limbayat Surat) એક યુવકને ટાયર ચોર (tyre Theft) સમજીને કેટલાક ઇસમો દ્વારા માર (Youth Beaten in Surat) મારવામાં આવ્યો હતો જોકે ઇજાગ્રસ્ત એકનું સારવાર દરમિયાન (Death) મોત થતાં પોલીસે હત્યાનો ગુનો (Murder Case) દાખલ કરી તપાસ શરૂ કરી હતી આજરોજ આ ગુનામાં પોલીસે જેટલા લોકોની ધરપકડ કરી છે પકડાયેલા લોકો રિક્ષા-ડ્રાઇવર હોવાનું (Rickshaw Driver) સામે આવ્યું છે
આજથી ત્રણ દિવસ પહેલાં સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મહાપ્રભુ નગર નજીક મમતા સિનેમા પાસે એક યુવકને ચોર સમજી ને થોડા એ માર માર્યો હતો જોકે આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ તેનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું હતું.
જોકે આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી જોકે યુવાનના પરિવાર પર એક સાથે બે લોકોના મોત ને લઈને પરિવારમાં શોક ફેલાઈ ગયો તો બિહારમાં સસરા મધ્યરાત્રે બીમારીથી મૃત્યુ પામ્યા હતા તો વહેલી સવારે જમાઈની હત્યા કરવામાં આવી હતી.
7 તારીખે વતન જવાનો હતો
મરનાર યુવાન યુસુફ મહંમદ અન્સારી સસરા બીમાર હોવાને લઈને 7 તારીખે વતન બિહાર ખાતે જવાનું હતું તે પહેલા છઠ્ઠી મેના રોજ નીકળ્યા પછી તેનો સંપર્ક ન થતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી ત્યારે તેના મોતના સમાચાર સામે આવ્યા હતા.
જોકે પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી પાંચ લોકોની ધરપકડ કરી હતી પાંચેય લોકો સુરતના અલગ-અલગ વિસ્તારમાં રિક્ષા ચલાવતા હતા અને લિંબાયત વિસ્તારમાં રહેતા હતા રિક્ષા ચાલકોના રિક્ષાના અગાઉ ભૂતકાળમાં ટાયર ચોરાઈ ગયા હતા અને આ યુવક ટાયર ચોર છે તેમ સમજી તેને માર માર્યો હતો જોકે પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી છે.હત્યા કરનાર આરોપીઓ પરપ્રાંતિય છે અને રિક્ષા ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલ આરોપીઓના નામ
( ૧ ) મોહમદ ઇમરાનઅલી મોહમદ મુર્તુજાઅલી મન્સુરી ઉ.વ .૩૦ ધંધો- રીક્ષા ડ્રાઇવર રહેવાસી . ઘર.નં -૧૪૬ , સરદાર નગર , મઝદા પાર્ક , લીંબાયત સુરત . મુળગામ - જમુવા થાના તારાકાટ ગોરારી જીલ્લા - રોહતાસ રાજ્ય . બીહાર ( ૨ ) સંજીતકુમાર ઉર્ફે રીન્કુ લલ્લીરામ ગૌસ્વ ઉ.વ .૩ ર ધંધો . રી.ડ્રા , રહે હાલાધર નં .૭૯ , ભગવતી નગર , મમતા સિનેમાની બાજુમાં , પરવતગામ , લિંબાયત સુરત શહેર , મુળ વતન.ભોગાવ , પો.સ્ટ.ઓરાઇ , ઘાના , ચિલ્ક , જી.મિર્ઝાપુર રાજ્ય - ઉત્તર પ્રદેશ ( ૩ ) રણજીતકુમાર લલ્લીરામ ગૌરવ ઉ.વ .૩૩ ધંધો.નોકરી . રહે હાલ , ઘર નં .૭૯ , ભગવતી નગર , મમતા સિનેમાની બાજુમાં , પરવતગામ , લીંબાયત સુરત શહેર , મુળ વતન , ભોગાવ , પો.સ્ટ.ઓરાઇ , થાના ચિલ્ડ , જી.મિર્ઝાપુર રાજ્ય ઉત્તર પ્રદેશ