Home /News /surat /'હું નિર્દોષ છું': સુરતમાં બાળકી પર રેપ-હત્યા કેસમાં આજીવન કેદની સજા સાંભળીને આરોપીએ જજ તરફ ફેંક્યું ચંપલ

'હું નિર્દોષ છું': સુરતમાં બાળકી પર રેપ-હત્યા કેસમાં આજીવન કેદની સજા સાંભળીને આરોપીએ જજ તરફ ફેંક્યું ચંપલ

Surat Crime: સુરત કોર્ટે આરોપી સુજીત સાકેતને આજીવન કેદ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની જેલની સજા ફટકારી તો આરોપીએ, હું નિર્દોષ છું કહી જજ તરફ ચંપલ ફેંક્યુ હતુ.

Surat Crime: સુરત કોર્ટે આરોપી સુજીત સાકેતને આજીવન કેદ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની જેલની સજા ફટકારી તો આરોપીએ, હું નિર્દોષ છું કહી જજ તરફ ચંપલ ફેંક્યુ હતુ.

સુરત: શહેરના (Surat) હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી rape and murder of five year old girl) પર બળાત્કાર ગુજારી તેની ઘાતકી (kills baby girl) હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી સુજીત સાકેતને તકસીરવાર ઠેરવવામાં આવ્યો છે. જેમાં આજે કોર્ટે આરોપીને આજીવન (life imprisonment) કેદ એટલે જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની જેલની સજા ફટકારી છે. જોકે, સજા સાંભળતા આરોપીએ આક્રોશમાં આવી જજ તરફ ચપ્પલ ફેકીને કહ્યું કે, 'હું નિર્દોષ છું.'

સુરતનાં હજીરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને સુરત કોર્ટે આરોપી સુજીત સાકેતને આજીવન કેદ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની જેલની સજા ફટકારી છે. આઠ મહીના પહેલાં શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો. આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો. જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રુંવાડા ઉભા કરી નાંખે તેવો છે આ આખો કેસ, જાણો વિગતે

આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ કેસની સ્પીડી ટ્રાયલ હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ માત્ર કેસ કાર્યવાહીની પાંચ જ મુદ્દતમાં કુલ 43 પૈકી 14 સાક્ષીઓને ડ્રોપ કરીને માત્ર 29 મહત્વના સાક્ષીઓની જુબાની લઈને ફરિયાદપક્ષનો કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો હતો.



ત્યારબાદ કોર્ટે આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકારપક્ષની દલીલો પુરી થતાં કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો.
" isDesktop="true" id="1165010" >



આ કેસમાં આજે ચુકાદો આવ્યો છે જેમાં સુરત કોર્ટે આરોપી સુજીત સાકેત ને આજીવન કેદ એટલે જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે. ચુકાદો સાંભળતાં નરાધમે જજ તરફ ચંપલ ફેંક્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Minor girl, ગુજરાત, ગુનો, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો