Mehali tailor,surat: આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશનું બજેટ ફાળવવામાં આવશે. આ બજેટમાં દરેક સેક્ટરના લોકો મીટ માંડીને બેઠા હોય છે કે આ વખતે બજેટમાં તેમના સેક્ટર માટે કેટલું ફાળવવામાં આવ્યું. સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરત શહેર એ ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતી રહ્યું છે.ત્યારે આ વખતે આ ટેક્સટાઇલ સીટીના ઉદ્યોગપતિઓ આ બજેટમાં શું અપેક્ષા રાખે છે એ જાણીએ.
જીએસટી અને ઇન્કમટેક્સને લઈને સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની કોઈ ફરિયાદ નહીં
કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો હતો. જેને લઇ સૌથી વધુ વિરોધ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળ્યો હતો. પરંતુ જેમ જેમ જીએસટી વિશે સરકાર અને ટેક્સટાઇલના લોકોની સમસ્યા દૂર થતી ગઈ તેમ તેમ હવે ટેક્સટાઇલ માર્કેટમાં પણ જીએસટીને આવકાર્યો છે.અને સરકાર દ્વારા લગાવવામાં આવતા ઇન્કમટેક્સથી પણ હવે ટેક્સટાઇલના લોકોને કોઈ ફરિયાદ નથી અને સંતૃપ્ત હોવાનું જાણવા મળ્યું હતું.
આ વર્ષે બજેટમાં એક્સપર્ટમાં સબસીડી વધારે આપવામાં આવે તો આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બુસ્ટર ડોઝ મળશે
પરંતુ હાલ ટેક્સટાઇલમાં મંદી ચાલી રહ્યું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું ત્યારે આ બાબતને લઈને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રેસિડન્ટ જીતુ વખારિયાનું માનવું છે કે જો આ વર્ષના બજેટમાં ટેક્સટાઇલ માંથી રેડીમેડ ગારમેન્ટ અને ફેબ્રિક ના એક્સપોર્ટ પર મળવામાં આવતી સબસીડીમાં જો વધારો કરવામાં આવે તો આ ટેક્સટાઇલ માર્કેટને એક બુસ્તર મળી શકે છે.
હાલના સમયમાં અમેરિકા જેવા દેશો ચાઇના પાસેથી ખરીદી કરી રહ્યા નથી જેના સીધો લાભ એ ભારત દેશને થાય એમ છે. હાલ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વિવિંગ, પ્રોસેસર અને ટેકનોલોજીની અંદર વર્લ્ડ ક્લાસની મશીનરીઓ ઉપલબ્ધ છે. ત્યારે આ બજેટમાં જો કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટ માટે સારું વાતાવરણ ઊભું કરવામાં આવી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેક ઇન ઇન્ડિયાનું જોવાયેલું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતાઓ વધુ જોવા મળશે એવું ટેક્સટાઇલના સાથે જોડાયેલા લોકોનું માનવું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18