Home /News /surat /

સુરત : અમરોલીમાં લીંબુના મુદ્દે 'હત્યાનો પ્રયાસ,' યુવકને છાતી-પેટ અને પીઠ પર છરીના ઘા ઝીંક્યા

સુરત : અમરોલીમાં લીંબુના મુદ્દે 'હત્યાનો પ્રયાસ,' યુવકને છાતી-પેટ અને પીઠ પર છરીના ઘા ઝીંક્યા

Lemon Price : લીંબુના ભાવના મુદ્દે સુરતમાં હત્યાનો પ્રયાસ

Surat News : સુરતના અમરોલીમાં લીંબુના ભાવ મુદ્દે તકરાર થતા લારીવાળાઓએ ગ્રાહકને છાતી-પેટ-પીઠ અને હાથ પર છરીના ઘા ઝીંકી અને હત્યાનો પ્રયાસ કર્યો

લિંબુ (Lemon) ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઇને તેની ચોરી ઘટના સામે આવ્યા બાદ હવે ભાવને લઇને લિબુ વેંચતા અને ખરીદી કરવા આવેલા યુવાન વચ્ચે માથાકૂટ થતા લિબુ ખરીદી કરવા આવેલ યુવાન પર ચપ્પુ વડે (Stabbing)  હુમલો કરવામાં આવતા યુવાન ગંભીર ઇજા થવા પામી હતી. જોકે પોલીસે (Police)  આ મામલે હત્યાના (Attempt of Murder) પ્રયાસ ગુનો નોંધી 3 લોકોની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

લીંબુના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને લીંબુ હવે સોના કરતાં મોંઘુ બજારમાં વેચાઇ રહ્યું છે ત્યારે થોડા દિવસ પહેલાં સુરતમાં લીંબુની વાડીમાં લીંબુની ચોરીની ઘટના સામે આવી હતી ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

લીંબુ ખરીદી કરવા ગયેલા યુવાન પર લીંબુ વેચનાર વ્યક્તિ સાથે ભાવને લઇને થયેલી માથાકૂટ બાદ લીંબુ વેચનાર વ્યક્તિએ તેના સાગરીતો સાથે ખરીદી કરવા આવેલા યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો : સુરત : 72 તોલા સોનુ, 60 કિલો ચાંદી સહિત 86 લાખની મતાની થઈ હતી ચોરી, પોલીસે આવી રીતે પકડ્યા ચોર

લીંબુના ભાવ બાબતે બોલાચાલી

સુરતના અમરોલીના છાપરાભાઠા રોડ સ્થિત ગણેશપુરા પાસેની મધુવન સોસાયટીમાં રહેતા ઇસ્લામ કરમતભાઇ શેખ દલાલીનો વ્યવસાય કરે છે તેમનો 21 વર્ષીય પુત્ર ઈમરાન શેખ ગત રાત્રે 9 વાગ્યાના સુમારે તક્ષશિલા સ્કૂલ સામે મધુવન શાક માર્કેટમાં ખરીદી કરવા ગયો હતો. ત્યારે શાકભાજીની લારી ચલાવતા જ્ઞાન જયસ્વાલ સાથે લીંબુના ભાવ બાબતે બોલાચાલી થઈ હતી.

છાતી, પેટ, પીઠ અને હાથના ઉપરના ભાગે છરીના ઘા ઝીંકી દીધા

ત્યારપછીના ઝઘડામાં જ્ઞાન જયસ્વાલે સાથી આનંદ જયસ્વાલ અને તેના ભાઈ સાથે મળીને ઈમરાન શેખ પર છરી વડે હુમલો કર્યો હતો.જેને લઈને લીંબુ ખરીદી કરવા આવેલા યુવાનને છાતી, પેટ, પીઠ અને હાથના ઉપરના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.

આ પણ વાંચો : સુરત: આ દૃશ્ય જેલનું નહીં પરંતુ નવી સિવિલ હૉસ્પિટલના બાથરૂમનું છે, કર્મચારીઓનું શરમજનક કૃત્ય

હત્યાના પ્રયાસનો ગુનો

ગંભીર રીતે ઘાયલ ઈમરાન શેખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કર્યો હતો ત્યારે પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં લીંબુ વેચાણ કરતાં ચાલુ થઈ તેના બે સાગરીતોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, સુરત, સુરતના સમાચાર

આગામી સમાચાર