Home /News /surat /

સુરતઃ વકીલે પત્નીનો દરજ્જો આપીને મહિલા વકીલ સાથે 25થી વધુ વખત બાંધ્યા શરીર સંબંધ, પછી તરછોડી

સુરતઃ વકીલે પત્નીનો દરજ્જો આપીને મહિલા વકીલ સાથે 25થી વધુ વખત બાંધ્યા શરીર સંબંધ, પછી તરછોડી

આરોપીની તસવીર

Surat Crime News: સુરતના વેર રોડ વિસ્તારમાં ઓફિસ ધરાવતી મહિલા વકીલે 2019માં સિવિલ મેટર માટે મિત્ર હસ્તક નાનપુરાના આનંદ હોસ્પિટલની બાજુમાં કોમ્પલેક્ષ ઓફિસ ધરાવતા નીરવ દૂધવાળાનો સંપર્ક થયો હતો.

સુરતઃ સુરત વેડ રોડ વિસ્તારમાં ઓફિસ ધરાવતી મહિલાને પત્નીનો દરજ્જો આપ્યા બાદ અલગ મકાન લઇ આપવાની લાલચ આપીને મહિલા વકીલ પર સેલવાસ બારડોલીના અલગ અલગ જગ્યા પર 25 વખત કરતાં વધુ સંબંધ બાંધ્યા બાદ તરછોડી દેતાં મહિલા વકીલે બળાત્કારની ફરિયાદ (rape complaint) નોંધાવી હતી.

સુરતના વેર રોડ વિસ્તારમાં ઓફિસ ધરાવતી મહિલા વકીલે 2019માં સિવિલ મેટર માટે મિત્ર હસ્તક નાનપુરાના આનંદ હોસ્પિટલની બાજુમાં કોમ્પલેક્ષ ઓફિસ ધરાવતા નીરવ દૂધવાળાનો સંપર્ક થયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૧ દિનની નીરવ સમયાંતરે મહિલા વકીલને મેસેજ કરતો હતો અને કોફી પીવા માટેની ઓફર કરતો હતો. દરમિયાનમાં 1 ઓગસ્ટ 2021ના રોજ વેસુના આગમવ્યુ કોમ્પ્લેક્ષમાં આવેલા કેફેમાં બંને જણા કોફી પીવા ગયા હતા અને ત્યાર બાદ બંને વારંવાર મળતા હતા.

જે અંતર્ગત ઓક્ટોબર 2021 માં નીરવ અને મહિલા વકીલ રાજસ્થાનના ઉદેપુર ખાતે ત્રણ દિવસ ફરવા ગયા હતા જયાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ઉદેપુરથી પરત આવ્યા બાદ જાન્યુઆરી 2022 માં નીરવે મહિલા વકીલ પત્નીની જેમ રાખીશ અને પત્નીનો દરજ્જો આપીશ, મારી પત્નીને પણ સમજાવી દઇશ અને નહીં માને તો છુટાછેડા આપી દઇશ.

મારા માતા-પિતા હું જેમ કહું તેમ કરે છે એમ કહી પોતાની ઓફિસમાં સાંજના સમયે બોલાવી બંનેએ શરીરસુખ માણ્યું હતું.મહિલા વકીલ એ લગ્નની જીદ્દ કરતા સેલવાસ ખાતે મંદિરમાં નીરવના મિત્ર દીપેશ પટેલ  સહિત ત્રણ જણાની હાજરીમાં બંનેએ લગ્ન કર્યા હતા અને ખાનવેલ રિસોર્ટની સામેની હોટલમાં રોકાયા હતા. ત્યાર બાદ નીરવ પોતાની ઓફિસ ઉપરાંત બારડોલી ખાતેના ફાર્મમાં પચ્ચીસથી વધુ વખત લઇ જઇ બંનએ શરીર સંબંધ બાંધ્યો હતો.

જો કે ગત 24 એપ્રિલે નીરવ મહિલા વકીલઓફિસે ઘસી ગયો હતો અને સાયણ નજીકના વોટર પાર્કમાં ફરવા જવાનું કહ્યું હતું. પરંતુ મહિલા વકીલ ઇન્કાર કરતા તેની સાથે ઝઘડો કરી ડાબા હાથ પર ચીમઠો ભરી ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ત્યાર બાદ પત્ની તરીકે રાખવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-Hit and Run: સુરતના ડિંડોલીમાં દૂધ લેવા નીકળેલા યુવકને કાર ચાલેક અડફેટે લેતા મોત

જેથી નીરવે ઝઘડો કરી ત્યાંથી ચાલ્યો ગયો હતો અને 30 એપ્રિલે રાતે 2 વાગ્યે કોલ કરી બીજા દિવસે પોતાના ઘરે લઇ જઇશ એમ કહ્યું હતું. પરંતુ નીરવે ફોન બંધ કરી દેતા મહિલા વકીલ નીરવની પત્ની હેતલને ફોન કરી નીરવે પોતાની સાથે લગ્ન કર્યા છે એમ કહેતા હેતલ અને મહિલા વકીલ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી અકળાયેલા નીરવે તે મારી પત્નીને કેમ કહી દીધું, મારે તારી સાથે કોઇ સંબંધ રાખવા નથી એમ કહી સંબંધ તોડી નાંખ્યા હતા.

આ પણ વાંચોઃ-Accident: ટ્રકની ટક્કરથી કાર સવાર પતિ પત્નીનું દર્દનાક મોત, ઢાબા પર જમીને પરત ફરતી વખતે મોત ભેટ્યું

પત્ની તરીકેને દરજ્જો આપવાની લાલચ આપી પચ્ચીસથી વધુ વખત શરીરસંબંધ બાંધનાર નીરવ દુધવાલાવિરુદ્ધ મહિલા વકીલે અઠવા પોલીસ મથકમાં બળાત્કાર ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર