Home /News /surat /Surat News: સુરત પાલિકા સંચાલિત સ્મીમેરમાં 31 ટકા બાળકો કુપોષિત જનમ્યાં, 4 ટકાના જન્મતાં જ મોત!

Surat News: સુરત પાલિકા સંચાલિત સ્મીમેરમાં 31 ટકા બાળકો કુપોષિત જનમ્યાં, 4 ટકાના જન્મતાં જ મોત!

સુરત સ્મીમેર હોસ્પિટલ - ફાઇલ તસવીર

Surat News: સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક વર્ષમાં 7236 બાળકોનો જન્મ થયો હતો. તેમાંથી 31 ટકા બાળકો કુપોષિત જનમ્યાં હતા. જેમાંથી 4 ટકા બાળકોનાં જન્મતાં સાથે જ મોત નીપજ્યા હતા.

સુરતઃ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક વર્ષમાં 7236 બાળકોનો જન્મ થયો હતો. તેમાંથી 31 ટકા બાળકો કુપોષિત જનમ્યાં હતા. જેમાંથી 4 ટકા બાળકોનાં જન્મતાં સાથે જ મોત નીપજ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા અગિયાર મહિનામાં જન્મેલા કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલ સમિતિના સભ્યો અને આપ પાર્ટીના નગરસેવક રચના હિરપરા સહિત મહેશ અણઘણ દ્વારા બોર્ડમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ આંકડો સામે આવ્યો છે.

યોજનાનો લાભ ન મળવાનો આક્ષેપ


કુપોષિત બાળકોની આંકડાકીય માહિતી મુજબ, પહેલી નવેમ્બર, 2021થી 30 ઓક્ટોબર, 2022 સુધીમાં 2284 કુપોષિત બાળકો જન્મ્યાં છે. જે પૈકી 165 અવિકસિત બાળકોના જન્મતાની સાથે અને 128 બાળકો સારવાર બાદ મૃત્યુ પામ્યા છે. તેટલું જ નહીં, કુપોષિત બાળકોના જન્મ પાછળ સગર્ભા મહિલાઓને રાજ્ય સરકારની મળવાપાત્ર થતી ‘સગર્ભા મહિલા યોજના’નો લાભ ન મળતો હોવાના આક્ષેપ થયા છે.


વડાપ્રધાનને પત્ર લખવાની તૈયારી દર્શાવી


આ ઉપરાંત સમિતિના સભ્યોના જણાવ્યા પ્રમાણે, પહેલી નવેમ્બર 2021થી 30 ઓક્ટોબર 2022 દરમિયાન મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 7236 બાળકોનો જન્મ થયો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારની સગર્ભા મહિલાઓ માટેની યોજનાઓનો યોગ્ય રીતે લાભ ન મળતા કુપોષિત બાળકોની સંખ્યામાં વધારાનો આક્ષેપ બંને સભ્યોએ કર્યો છે. આ મામલે બંને સભ્યોએ વડાપ્રધાન, રાજ્ય સરકાર અને પાલિકા કમિશ્નરને પત્ર લખવાની તૈયારી દર્શાવી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: SMIMER HOSPITAL, Surat Municipal corporation, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन