Home /News /surat /Surat News: જો તમને કોઈ ‘અંજલી શર્મા’ નામની યુવતીનો ફોન આવે તો ચેતી જજો, નહીંતર આવું પરિણામ ભોગવવું પડશે!
Surat News: જો તમને કોઈ ‘અંજલી શર્મા’ નામની યુવતીનો ફોન આવે તો ચેતી જજો, નહીંતર આવું પરિણામ ભોગવવું પડશે!
સુરતમાં વધુ એક વ્યક્તિ સાથે હનીટ્રેપ થયો - ફાઇલ તસવીર
Surat News: સુરતમાં એક વ્યક્તિને વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો અને તેમાં યુવતીએ બિભત્સ ચેનચાળા કર્યા હતા. ત્યારબાદ આ વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
સુરતઃ શહેરમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો અને તેમાં યુવતીએ બિભત્સ ચેનચાળા કર્યા હતા. ત્યારબાદ આ વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
સુરતમાં રહેતા એક વ્યક્તિને અંજલી શર્મા નામની એક યુવતીએ મોબાઈલ નંબર પર વાતચીત કરી હતી. ત્યારબાદ વીડિયો કોલ કરીને યુવતીએ બિભત્સ ચેનચાળા કર્યા હતા. ત્યારબાદ આ વીડિયો કોલનું રેકોર્ડિંગ કરી ફરિયાદીને મોકલ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને ફરિયાદી પાસેથી પૈસાની માગણી કરી હતી. સૌપ્રથમ તો ફરિયાદીએ તેના મિત્ર પાસેથી પૈસા લઈને 5100 રૂપિયા UPIમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરીથી 6000 રૂપિયા માગવામાં આવ્યા હતા. ત્યારે વ્યક્તિએ અત્યાર સુધીમાં 11,000 કરતાં વધુ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ તેની પાસેથી વધારે 5000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
આરોપીની તસવીર
ધમકી આપીને પૈસા પડાવ્યાં
ત્યારબાદ ફરિયાદીએ સમગ્ર મામલે તેના મિત્ર મનોજ શર્માને વાતચીત કરી હતી. ત્યારબાદ મનોજ શર્માએ મિત્ર પાસેથી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપીને આ સમગ્ર મામલે વીડિયો અપલોડ ન કરવા માટે અને એપ્લિકેશન ક્લોઝ કરવા મામલે ચાર્જ માગ્યો હતો. આ ઉપરાંત દિલ્હી પોલીસ ઉંચકી જશે તેવી ધમકી આપીને મિત્ર પાસેથી જ 17.62 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસે એક આરોપીની ધરપકડ કરી
આ સમગ્ર ઘટનાને લઇ ભોગ બનનાર વ્યક્તિએ સુરત સાઇબર ક્રાઇમનો સંપર્ક કરતા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરી આરોપી મનોજ શર્મા નામના શખસની ધરપકડ કરી છે. આ મનોજ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા સિટીમાં રહે છે અને તે કાપડની દલાલીનો ધંધો કરે છે.
આરોપીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે, પોતે સુરત પોલીસમાં ભરતી થયો હોવાનું જણાવી નેશનલ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોનું બનાવટી લેટરપેડ તથા આઈકાર્ડ બતાવી ફરિયાદીને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ નહીં થવા દેવા અને ફરિયાદી વિરુદ્ધ એપ્લિકેશન ક્લોઝ કરવાના ચાર્જ પેટે પૈસા પડાવતો હતો.