Nidhi Jani, Surat : ઘણીવાર રોજિંદા જીવનમાં આપણે જે પ્રકારનો ખોરાક લઇએ છીએ છે તેનાથી આપણા શરીરમાં કદાચ વિટામિન અથવા હિમોગ્લોબીનની ઊણપ રહી જાય છે તો એ વિટામિનની ઊણપ પૂરી કરવા માટે આપણે તેને બાહ્ય દવાઓ દ્વારા પૂરી કરીએ તેના કરતા આંતરિક ભોજન આપીને તે ઉણપને પૂરી કરવી વધુ યોગ્ય ગણાશે.
વહેલી સવારે ભૂખ્યા પેટે લીધેલો કોઈ પણ ખોરાક આપણને ઉત્તમ રીતે પચી જાય છે અને તેના સર્વ શ્રેષ્ઠ ગુણો આપણું શરીર પાચનતંત્રથી પચાવી લે છે. તેને ધ્યાનમાં રાખીને સુરતમાં નાના વરાછા વિસ્તારમાં મહારાણા પ્રતાપની બહાર સીઝનલ ફળો અને શાકભાજીના જ્યુસ બનાવીને વેચતા અમિતભાઈ ન્યુઝ 18 સાથે વાત કરતા જણાવે છે કે, છેલ્લા નવ વર્ષથી તેઓ અહીંયા આવીને જ્યુસ બનાવે છે, લોકો બગીચામાં ચાલવા માટે આવે છે અને અહીંથી જતી વખતે જ્યૂસ પીવે છે. અમુક શાકભાજી અને સીઝનલ આમળા હોય કે બીટ ગાજર એ દરેક સિઝનમાં ઉપલબ્ધ છે. કે તેનું જ્યૂસ બનાવીને વેચાણ કરવામાં આવે છે.
આમળા, બીટ,ગાજર,પાલક,દુધી, ફુદીનો, ધાણા, આદું, લીલી અડદ, કારેલા, લીંબુ મિક્સ કરીને જ્યૂસ બનાવવામાં આવે છે.અહીંયા લોકો પોતાની પસંદગીનું મિક્સ પણ જાતે કહીને બનાવી શકે છે દારૂ કે કોઈને માત્ર બીટનું જ્યૂસ પીવો હોય તો તેની અંદર બીટ અને લીંબુનો રસ નાખીને પીવાથી શરીરમાં રહેલી હિમોગ્લોબીનની ઊણપ ઓછી થાય છે. આમળા અને દૂધીનો જ્યૂસ પીવાથી તેની અંદર થોડુંક લીંબુ નાખવાથી શરીરનું વજન ઓછું કરવામાં મદદ રહે છે. તેમજ પાલક,આમળા,લીંબુ,ગાજર, બીટ મિક્સ કરીને પીવાથી આંખોનું તેજ વધે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે.
જો કોઈને તાવ વધારે આવતો હોય અને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓ ખાસ તો કારેલા આમળા,લીંબુ,દુધી, પાલકનું ગ્રીન જ્યુસ બનાવીને પીવે તો તેના માટે સર્વશ્રેષ્ઠ છે.
શરૂઆતમાં અમિતભાઈ રિક્ષા ચલાવતા હતા અને તે કામ છોડીને જ્યારથી તેઓએ જ્યુસ બનાવવાનું કામ શરૂ કર્યું છે અહીંયા લોકોની લાઈન લાગે છે.આખા વર્ષ દરમિયાન મહારાણા પ્રતાપ ઉદ્યાનના ગેટ પાસે નાના વરાછા રોડ પર તેઓ રોજ જ્યુસ બનાવવા માટે સવારે અચૂક આવે છે. આ જ્યુસ પીધા પછી અડધો કલાક સુધી કશું પણ ખાવાનું હોતું નથી આ જ્યુસને પેટમાં જઈને તેનું કામ કરવા દેવાનું છે અને શરીર પૂરેપૂરું પાચન કરી દે ત્યારબાદ તમે નવો ખોરાક લઈ શકો છો.