Home /News /surat /Surat : આ 'કોકટેઇલ પરાઠા' લોકોને દાઢે વળગ્યા, જુઓ પરાઠા ક્વીન ભાવનાબેન કેવી રીતે કરે છે તૈયાર

Surat : આ 'કોકટેઇલ પરાઠા' લોકોને દાઢે વળગ્યા, જુઓ પરાઠા ક્વીન ભાવનાબેન કેવી રીતે કરે છે તૈયાર

આ

આ 'કોકટેઇલ પરાઠા' લોકોને દાઢે વળગ્યા, જુઓ, પરાઠા ક્વીન ભાવનાબેન કેવી રીતે બનાવે છે

કોઈ પણ માતા પોતાના દીકરા કે દીકરી ને ક્યારેય પોતાનાથી અલગ ત્યારે જ કરે છે જયારે તેની પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો. ભાવનાબેન પોતાની દીકરીને વર્ષોથી તેમની માતાની પાસે મુકીને આવ્યા છે.

    Nidhi Jani, Surat : પોતાના સંતાનને પોતાનાથી અલગ કરવું કેટલું મુશ્કેલ છે તે એક માતા જ સમજી શકે છે. તેમાં પણ પોતે કરતા કામને સમાજ તરફથી બહિષ્કાર મળે. તો કોઈપણ વ્યક્તિની પરીક્ષા કપરી થઈ જાય છે. સુરતના ભાવનાબેન ગોસ્વામી વર્ષોથી તેમની દીકરીને તેમની માતાની ઘરે ભણવા મૂકી આવ્યા છે જેથી તેનું ભણતર ના બગડે કારણ કે પરાઠા બનાવવા માટે તેમને સવારથી સાંજ સુધી જે મહેનત કરવી પડે છે તેના કારણે તેના ભણતર ઉપર ધ્યાન ઓછુ આપી શકાય તેવું જણાતા પોતાની એકની એક દીકરીને તેમણે પોતાનાથી દૂર કરી છે.

    11 વર્ષથી સુરતના પીપલોદ વિસ્તારની અંદર શિવ સાઈ પરાઠાની લારી ચલાવતા ભાવનાબેન ગોસ્વામી તેમના પતિ અને તેમના માનેલા ભાઈ સાથે આ લારી ચલાવે છે. તેમણે ઊભી કરેલી યુનિક્ વેરાઈટી પરાઠા એક ખૂબ જ પ્રખ્યાત છે. ભાવનાબેન ન્યુઝ 18 સાથે વાત કરતા જણાવે છે કે, કોકટેલ પરાઠા અમારા સૌથી વધુ વેચાય છે.

    કોકટેલ પરાઠા બનાવવાની રેસીપી :

    સામગ્રી :

    ઝીણા સમારેલા કાંદા, ગાજર,કોબીજ, કેપ્સિકમ, ટામેટા, બીટ, મકાઈના દાણા, પનીર, ચીઝ, ક્રીમ એન્ડ ઓનિયન બટાકાની વેફર, મીઠુ, મરચું, ધાણા જીરું, ગરમ મસાલા

    સર્વિંગ માટે :

    ટામેટા કેચપ, દહીં, ગ્રીન ચટણી

    કોકટેલ પરાઠા માટે સૌથી પહેલા આ બધી સામગ્રીને ભેગી કરીને તેને પરાઠાના મસાલાને ભેગું કરીને, પરાઠાને ફરી એકવાર વણીને, તેને તેલ કે બટરમાં તળવામાં આવે છે. આ પરાઠાને તળાઈ ગયા બાદ તેને થોડો ખોલી ને તેની અંદર ફરીથી ચીઝ નાખવામાં આવે છે. ચીઝની ઉપર બાલાજીની વેફર અને તેની ઉપર ફરી એક વખત ચીઝ, થોડો ચાટ મસાલો નાખીને, ગરમ ગરમ સર્વ કરવામાં આવે છે. સર્વ કરવા માટે કેચપ, દહીં, ગ્રીન ચટણી.

    ભાવનાબેનના આ કોકટેલ પરાઠા તેમની દીકરીએ બનાવતા શીખવ્યા છે. આમ તો ભાવનાબેન પાસે 200 કરતા વધારે વેરાઈટીના પરાઠા છે. તેઓ તેની સાથે સાથે પાવભાજી અને પુલાવ પણ વેચે છે.આજે ભાવનાબેન તેમના પતિ અને ભાઈ સાથે ભેગા મળીને આ લારી ચલાવે છે. તેમાં સફળતા મેળવ્યા બાદ હવે તેમના પરિવાર કે સમાજ તેથી તેમને આવકાર અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.આજે ભાવનાબેન સાતથી આઠ લોકોને રોજગારી આપે છે. પોતાની દીકરીને સારામાં સારી સ્કૂલમાં શિક્ષણ આપે છે. એક પણ દિવસની રજા લીધા વગર તો રોજ પરાઠા વેચવા આવે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन