Mehali tailor: surat. સુરતમાં અનેક સંસ્થાઓ દિવ્યાંગો માટે કાર્યરત છે.જે દિવ્યાંગ ની જરૂરિયાતોને પૂરી કરે છે.પરંતુ સુરતમાં એક એવી સંસ્થા છે જે આ દિવ્યાંગોને પગભર બનાવે છે અને આ દિવ્યાંગો કોઈના પર નિર્ભર ન રહે તે માટેની રોજગારી આપે છે .આ સંસ્થા સહાયમાંથી 42થી વધુ દિવ્યાંગો કામ મેળવી અને અલગ અલગ કામો શીખીને પગભર બન્યા છે.
આ સહાયમ સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી દિવ્યાંગો માટે કાર્યરત છે.આ સંસ્થામાં 42થી વધુ દિવ્યાંગો કામ મેળવી અને અલગ અલગ કામો શીખીને પગભર બન્યા છે. અહીંયા દિવ્યાંગ બાળકોને પેપરમાંથી બેગ બનાવી તેનું વેચાણ કરી પોતાનું કાર્ય શરૂ કર્યું હતું.હવે ધીરે ધીરે તેઓ અહીં ટેલિગ્રાફી કરી પુઠ્ઠામાંથી બોક્સ બનાવી અને ઓર્ડર મુજબ કોઇપણ પેપરમાંથી કે ઇકોફ્રેન્ડલી વસ્તુ બનાવીને પગભર બન્યા છે.
આ સંસ્થા દિવ્યાંગોને પગભર બનાવવાની સાથે પર્યાવરણની જાળવણી પણ થાય તે રીતે દરેક વસ્તુનો બનાવી રહ્યા છે.અહીં વસ્તુ બનાવવા માટે જે પણ ઇંકનો ઉપયોગ થાય છે તે પણ ઇકોફ્રેન્ડલી ઈંકનો ઉપયોગ કરે છે અને આજે પેપર બેગ,બોક્સ,કંકોત્રી અને એવી અનેક અલગ અલગ વસ્તુઓ બનાવી આજે આ દિવ્યાંગ બાળકો માત્ર સુરત જ નહીં પરંતુ આખા દેશમાંથી ઓર્ડર મેળવી તે ઓર્ડર પૂરા કરીને રોજગારી મેળવી રહ્યા છે.
બીજા પર નિર્ભર રહેવાને બદલે પોતે જ આત્મનિર્ભર બન્યા
આ સહાયમ ટ્રસ્ટમાં અનેક દિવ્યાંગ મહિલાઓ પણ રોજગારી મેળવી રહ્યા છે.જેઓ કાપડની બેગ બનાવવા માટે સિલાઈ મશીન ઉપયોગ કરી રહ્યા છે.આ સિલાઈ મશીનમાં પગને બદલે હાથથી જ મોટરનો ઉપયોગ કરવામાં આવે તેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.મહત્વની વાત તો એ છે કે આજે અનેક સારા અને સ્વસ્થ લોકો પણ રોજગારી મેળવી શકતા નથી અને તેને લીધે સારા લોકો પણ આપણે ક્યાંક રસ્તામાં ભીખ માંગતા દેખાય છે.પરંતુ આ લોકો કોઈ બીજા પર નિર્ભર રહેવાને બદલે પોતે જ આત્મનિર્ભર બન્યા અને આજે કોઈનો પણ સહાય વગર તેઓ પોતાનું જીવન જીવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર