Home /News /surat /Surat : અનેક વર્ષથી આ ગરબી મંડળમાં મળતું દાન દીકરીઓના કરિયાવરમાં વપરાય છે

Surat : અનેક વર્ષથી આ ગરબી મંડળમાં મળતું દાન દીકરીઓના કરિયાવરમાં વપરાય છે

આ

આ અર્વાચિન ગરબીમાં મળતું દાન દીકરીઓના કરિયાવર પાછળ વપરાય છે

બાળાઓનો ઉત્સાહ અને સંગીતના સૂર સાથે રમતા ગરબા જોઈને કોઈને પણ સાક્ષાત માતાજીના દર્શન થઈ જાય છે. પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ સાથે માથે ગરબી લઈને બાળાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠી હતી.

  Nidhi Jani, Surat : ખોડીયાર ગરબી મંડળના પ્રમુખ હરેશભાઈ કવાડ છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી ગરબી મંડળ ચલાવે છે. આ મંડળમાં તેઓ નાની દીકરીઓને ગરબા દ્વારા સાંસ્કૃતિક અને પ્રાચીન ગરબાનો અનોખો સમન્વય કરાવી ગરબા મહોત્સવનું આયોજન અલગ-અલગ સ્થળોએ કરે છે. આ ગરબી મંડળ દ્વારા કરાયેલા કાર્યોમાં મળતું દાન એકઠું કરીને તેઓ કન્યાઓના સમૂહ લગ્ન કરાવે છે,સાથે સાથે કરયાવર આપવામાં મદદ પણ કરે છે.

  ડાહ્યા પાર્ક સોસાયટીમાં શ્રી ક્રિષ્ના વિદ્યાલયના પ્રાંગણમાં ખોડિયાર ગરબી મંડળના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા આસપાસની સોસાયટીના વિસ્તારના ઘણાં લોકો ગરબા મહોત્સવ નિહાળવા માટે આવ્યા હતા.નાની નાની બાળાઓ દ્વારા વિવિધ ગરબાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

  બાળાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠી

  બાળાઓનો ઉત્સાહ અને સંગીતના સૂર સાથે રમતા ગરબા જોઈને કોઈને પણ સાક્ષાત માતાજીના દર્શન થઈ જાય છે. પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ સાથે માથે ગરબી લઈને બાળાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠી હતી.આજકાલ ગરબામાં વિવિધ પ્રકારના કોઈ પણ સંગીતનો ઉપયોગ કરીને ગરબા ગાવામાં આવે છે જ્યારે ખોડિયાર ગરબી મંડળ દ્વારા માતાજીની આરાધના કરવા માટે ઉજવાતી નવરાત્રી હોવાથી માત્રને માત્ર માતાજીના ગરબા ગાઈને તેમના ભજન ગાઈને અને માતાજીની કથા સંભળાવી ગરબા મહોત્સવનું આયોજન કરાય છે.

  1500 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરાવ્યા

  આજ સુધી હરેશભાઈ ની સાથે સાથે તેમના મિત્ર અને સામાજિક કાર્યકર્તા પ્રવીણભાઈ ભાલાળાએ ભેગા મળીને 1500 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરાવ્યા છે. પ્રવીણભાઈ ભાલાળા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. જેમણે ગરબા મહોત્સવ દરમ્યાન પોતાનું વક્તવ્ય પર આપ્યું હતું. પ્રવીણભાઈ ભાલાળાએ તેમના જીવનકાળ દરમિયાન અનેક દીકરીઓના પરિવારને શક્ય તેટલી મદદ કરી છે.અગાઉના વર્ષ 2023 માં 22 મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાવા જઇ રહ્યો છે. જેની નોંધણી પણ તેઓએ અત્યારથી શરૂ કરી દીધી છે.

  ગરબા મહોત્સવમાં ગરબાની કૃતિઓની સાથે સાથે ખોડિયાર ગરબી મંડળની દીકરીઓ મોનો એકટ પણ રજૂ કરે છે. આ પ્રકારના ગરબા કાર્યક્રમોમાં પોતાની કૃતિ રજૂ કરીને તેઓ જીવનમાં કંઇક કરી બતાવવાની ક્ષમતા ધરાવે છે. સ્ટેજ પર્ફોર્મન્સ આપવાથી જે લોકો ડરતા નથી તે લોકો ચોક્કસ જીવનમાં કંઈક કરી બતાવે છે. લોકોની ભીડ ઘણી બધી હોય છે પરંતુ તેમાંથી ઊભા રહીને અલગથી પોતાની વાત રજૂ કરીને પોતાની સમસ્યા કે મત બીજા સમક્ષ રજૂ કરવો એ પણ એક આવડત છે. જ્યારે દીકરી અત્યારથી કેળવી રહી છે.
  First published:

  Tags: Garba, Navratri, Navratri 2022, સુરત

  विज्ञापन
  विज्ञापन