Home /News /surat /સુરતઃ બિલ્ડર ઓફિસ ચોરી કેસઃ ઓફિસ બોય જ નીકળ્યો ચોર, પિતાની જમીન છોડાવવા સગા બે ભાઈઓએ બનાવ્યો હતો પ્લાન

સુરતઃ બિલ્ડર ઓફિસ ચોરી કેસઃ ઓફિસ બોય જ નીકળ્યો ચોર, પિતાની જમીન છોડાવવા સગા બે ભાઈઓએ બનાવ્યો હતો પ્લાન

ચોરી કેસમાં પકડાયેલા બે સગા ભાઈઓ

surat crime news: સુરત ક્રાઈમ બ્રાન્ચે (surat crime branch) બે સગા ભાઈઓની મધ્યપ્રદેશ (Madhya pradesh) ખાતેથી ધરપકડ કરી 98 લાખથી વધુની મત્તા જપ્ત કરી છે.

સુરતઃ સુરતના (surat news) ખટોદરા વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં (90 lakh theft in builder office) થયેલી રૂપિયા 90 લાખની ચકચારી ચોરીની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે (surat crime branch) બે સગા ભાઈઓની મધ્યપ્રદેશ (Madhya pradesh) ખાતેથી ધરપકડ કરી 98 લાખથી વધુની મત્તા જપ્ત કરી છે. વતનમાં ગીરવે મૂકી દીધી પિતાની જમીન છોડાવવા સગા બે ભાઈઓ દ્વારા ચોરીની ઘટનાનો પ્રિ-પ્લાન (pre plan of theft) બનાવવામાં આવ્યો હતો. બે ભાઇઓ પૈકી એક બિલ્ડરની ઓફિસમાં જ ઓફિસ બોય તરીકે કામ કરતો હતો. જેણે 20 દિવસ પહેલા જ નોકરી છોડી ચોરીની ઘટનાને અંજામ આપવા માટે કાવતરું ઘડી નાખ્યું હતું.

સુરત ખટોદરા વિસ્તારમાં આવેલ આશીર્વાદ એસ્ટેટમાં બિલ્ડરની ઓફિસમાંથી અગિયારમી ઓક્ટોબર ના રોજ  રોકડ રૂપિયા 90 લાખની ચકચારીત ચોરીની ઘટના બની હતી.જે ઘટનામાં ખટોદરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં શરૂઆતના ધોરણે જ કોઈ જાણભેદુ હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

પોલીસે બિલ્ડરની ઓફિસ સહિત આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ચોરીની ઘટનાને અંજામ આપનારા આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં કવાયત હાથ હતી. જ્યાં તપાસના અંતે સુરત ક્રાઇમ બ્રાન્ચને મધ્યપ્રદેશ ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમપી પોલીસની મદદથી બે સગા ભાઈઓને ઝડપી પાડવામાં આવ્યા છે.આ અંગે સુરત પોલીસ કમિશનર અજન્ય તોમરે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે,એમ્પલ અને નેપાલ નામના બંને સગા ભાઇઓ દ્વારા જ સુરતના બિલ્ડરની ઓફિસમાંથી લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી હતી.એમ્પાલ છ મહિના અગાઉ બિલ્ડરના ત્યાં  ઓફિસ બોય તરીકે જોડાયો હતો.જે બાદ 20 દિવસ પહેલા તે નોકરી છોડી વતન ચાલ્યો ગયો હતો.વતન જતા માલુમ પડ્યું હતું કે પિતાના માથે 5 લાખનું દેવું છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

જે માટે જમીન ગીરવે મુકવામાં આવી છે.જો કે પાંચ લાખ નહિ ચુકવવામાં આવે તો જમીન નિલામીમાં ચાલી જાય તેવી ભીતિ એમ્પાલને હતી. જેથી વતન ગયેલા એમ્પાલે પોતાના નાના ભાઈ નેપાલ જોડે મળી ચોરી કરવાનો પ્લાન ઘડી નાંખ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

એમ્પાલ જાણતો હતો કે,ઓફિસમાં રોકડ રકમ ક્યાં મુકવામાં આવે છે.જેથી વતનથી આવી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપી બંને ભાઈઓ પરત વતન એમપી ચાલ્યા ગયા હતા. જ્યાં તેઓએ પિતાના માથે રહેલ રૂપિયા પાંચ લાખનું દેવું ચૂકવી બાકીની રકમ પોતાની જમીનમાં એક માટલામાં ડાતી દીધી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'

ચોરીમાં ગયેલી રકમમાંથી આરોપીઓ દ્વારા 15 હજારનો મોબાઈલ પણ ખરીધો હતો.જે મોબાઇલ પણ જપ્ત કરાયો છે.ચોરીની આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 98.80 લાખની મત્તા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

લાખોની ચોરી ની આ ઘટનામાં અન્ય કોઈ શખ્સોની પણ સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે જોકે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર માત્ર પિતા પર થયેલા દેવાની ભરપાઈ કરવા માટે સગા બે ભાઈઓ દ્વારા લાખોની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યાં ચોરીની આ ઘટનામાં બંને ભાઈઓએ અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati News News, Surat news, Theft case